વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની જેલમાં તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

રાજુ ભટ્ટને કરોડ રજ્જુમાં દુખાવાની ફરિયાદ થતાં તેને વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની જેલમાં તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
Vadodara Gotri rape case accused Raju Bhatt in Health Issue hospitalized (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:09 AM

વડોદરા(Vadodara)  ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટની(Raju Bhatt) જેલમાં તબિયત લથડી હતી. રાજુ ભટ્ટને કરોડ રજ્જુમાં દુખાવાની ફરિયાદ થતાં તેને વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.હોસ્પિટલમાં સીટી સ્કેન કરવા લઇ જવા આવ્યો હતો. તેમજ તેના જાપ્તામાં પોલીસની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.

વડોદરાના(Vadodara)  ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case)  આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt) જેલમાં ધકેલાયો છે. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા આજે ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો..મહત્વનું છે કે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો.

પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આજે તેના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસ તેને અદાલતમાં રજૂ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ દરમ્યાન વડોદરાના ચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસ (Gotri Rape Case) માં મુખ્ય આરોપી અશોક જૈન (Ashok Jain)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદમાં તેના વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ (શારીરક ક્ષમતા ટેસ્ટ) કરવામાં આવ્યો હતો. જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.

આપને  જણાવી દઈએ કે વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં હવે તેને ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે DNA માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા છે. તેમના હજુ વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : શિવાંશને દત્તક લેવા માટે 190 પરિવારોએ ઈચ્છા દર્શાવી : હર્ષ સંઘવી

આ પણ વાંચો : Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

g clip-path="url(#clip0_868_265)">