Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો
ગાંધીનગર પોલીસને આરોપી સચિનને ઝડપી લેવામાં સફળતા મળી છે. તેને ઝડપી લીધા બાદ આજે પૂછપરછ કરવામાં આવશે.
ગાંધીનગર (Gandhinagar) પેથાપુરમાં આવેલી ગૌશાળા નજીક એક માસૂમ બાળક ‘સ્મિત’ ને ત્યજી દેવામાં આવ્યો હતો. તેને ત્યજી દઇને ફરાર થઇ જનારા શખ્શની ગાંધીનાગર પોલીસે (Gandinagar Police) તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર પોલીસ ની ટીમ રાજસ્થાનના કોટા આરોપી પિતા સચિન ને ઝડપી લેવા માટે પહોંચી હતી. ગાંધીનગર પોલીસની ટીમ તેને ને તેની પત્નિને ઝડપી લઇને વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ગાંધીનગર પહોંચી હતી. જ્યાં સચિનને એસઓજી ને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને એલસીબી ઓફીસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
રાત્રીના સમયે અજાણ્યો શખ્શ માસૂમ બાળક સ્મિતને મુકીને ફરાર થઇ ગયો હતો. જેને લઇને તેને શોધી નિકાળવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેની તપાસને લઇને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ બારીકાઇ થી નજર રાખી હતી. આ દરમ્યાન ગાંધીનગર પોલીસે ઝડપ થી બાળકના પિતા અને તેની કડીઓને શોધી લીધી હતી. ત્યાર બાદ તેના આરોપી પિતા સચિન દિક્ષીત કે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેની શોધખોળ હાથ ધરી હતી.
ગાંધીનગર પોલીસને સચિન રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની જાણકારી મળી હતી. જેને લઇને તેના સુધી પહોંચવા માટે એક ટીમ ખાનગી રાહે રાજસ્થાનના કોટા તરફ રવાના થઇ હતી. ત્યાર બાદ પણ આરોપી સચિન કોટા થી ઉત્તર પ્રદેશ તરફ જઇ રહ્યોની ફિરાક પોલીસની જાણમાં આવી હતી. ગાંધીનગર સચિન થી પણ બે કદમ આગળ હતી. પોલીસની ટીમે તેને આબાદ રીતે ઝડપી લીધો હતો. પોલીસે તેને ઝડપી લઇ ગાંધીનગર આવી પહોંચી હતી.
કોટા થી ઉત્તરપ્રદેશ જવાની ફિરાકમાં રહેલા સચિનને ઝડપીને પોલીસની ટીમ ગઇ કાલે સાંજે ગાંધીનગર આવવા નિકળી હતી. જે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસા દરમ્યાન ગાંધીનગર પહોંચી હતી. જ્યાં આરોપીને ઘટનાની તપાસ કરી રહેલ SOG ટીમને સોંપ્યો હતો. જ્યાં આજે તેની પૂછપરછ કરવામાં આવશે. જેના બાદ અનેક બાબતો પરથી પડદા ઉઠશે. આમ પોલીસના પ્રયાસે કલાકોમાં જ આરોપીને ગાંધીનગર પોલીસને હવાલે કરી દીધો હતો.