Vadodara: પાદરાના ડભાસાના ખેડૂતોએ સોલર સબસીડી આપવા મુદ્દે કરી રજૂઆત
વીજ કંપનીએ ખેડૂતોને સબસીડી ન આપી, બિલો થોપી દીધા અને વળી વીજ કનેક્શન કાપવાની નોટિસ પણ આપી દીધી હતી. આથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતો સાથે ભરતીય કિસાન સંઘના આગેવાનો પણ જોડાયા હતા. તો આવેદન પત્ર આપવા આવેલા ખેડૂતોએ સરકારની ખેડૂતોની બમણી આવક યોજના સામે પણ રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા અને તેની આસપાસના 50 જેટલા ખેડૂતોએ ખેતરમાં સોલર સિસ્ટમ સૂર્ય શકિત કિસાન યોજનામાં છેતરાયા હોવાના આક્ષેપો સાથે પાદરા વીજ કંપનીને આપ્યું આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમમાં ખેડૂતોને સબસીડી નથી આપી અને લાખો રૂપિયા બીલો થોપી દેવામાં આવ્યા છે તેની સાથે સાથે 15 દિવસમાં નાણાં ન ભરે તો વીજ કનકશેન કાપવાની નોટિસ આપવામાં આવી છે .
ખેડૂતોએ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી
જેને કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. તેમજ કિસાન સંઘ પણ ખેડૂતોની વ્હારે આવતા ખેડૂતોને અન્યાય કરવાની રજૂઆત પણ કરી છે. આથી આ મુદ્દે ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે. જો કે વીજ કંપનીએ ખેડૂતોની રજૂઆતને વડી કચેરીમાં મોકલી આપી છે. Mgvcl પાદરા સબ સ્ટેશન ની કચેરી એ આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી. ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે તેઓ ની સાથે છેતરપીંડી થઈ છે
સમગ્ર ઘટના એવી છે કે પાદરા તાલુકાના ડભાસાની આસપાસના 50 ઉપરાંત ખેડૂતોએ પુન પ્રાપ્ય ઉર્જા મેળવવા માટે ખેતરમાં વીજ કંપનીએ સૂર્ય શકિત કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને સોલર સિસ્ટમ લગાવવા માટે સરકાર દ્વારા 60 ટકા સબસીડી મળશે તેમ જણાવ્યું હતું. વર્ષ 2018માં આ સ્કીમ હેઠળ ડભાસાની આસપાસના ખેડૂતોએ વીજ કંપની પાદરાના વિભાગ 1 અને 2માંથી ખેડૂતો એ ખેતરમાં આ યોજના નો લાભ લીધો હતો. અને હવે વીજ કંપનીએ ખેડૂતોને સબસીડી તો નથી આપી, પરંતુ ખેડૂતોના માથે લાખો રૂપિયાના બિલ થોપી દીધા છે.
ખેડૂતોને આપી વીજ કનેક્શન કાપવાની નોટિસ
વીજ કંપનીએ ખેડૂતોને સબસીડી ન આપી, બિલો થોપી દીધા અને વળી વીજ કનેક્શન કાપવાની નોટિસ પણ આપી દીધી હતી. આથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતો સાથે ભરતીય કિસાન સંઘના આગેવાનો પણ જોડાયા હતા. તો આવેદન પત્ર આપવા આવેલા ખેડૂતોએ સરકારની ખેડૂતોની બમણી આવક યોજના સામે પણ રોષ વ્યક્ત કરીને વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ Mgvcl પાદરા સબ સ્ટેશન ની કચેરી એ આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી. ખેડૂતો એ આક્ષેપો કર્યા હતા કે તેઓ ની સાથે છેતરપીંડી થઈ છે
ખેડૂતોના આ પ્રશ્નના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘના આગેવાનો પણ ખેડૂતોની સાથે જોડાયા હતા અને ખેડૂતો ના પ્રશ્ન નો ન્યાય નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી તો આ અંગે MGVCL પાદરા સબ સ્ટેશન વિભાગ -2ના નાયબ ઇજનેર પી. બી . પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નની જાણ વડી કચેરીએ કરી દેવામાં આવી છે.
વિથ ઇનપુટ, ધર્મેશ પટેલ, પાદરી ટીવી9