Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: પાદરામાં સતત બીજા દિવસે લાઈટ ગુલ થતા લોકો વિફર્યા, વીજ કંપની પર રાતે જ હલ્લાબોલ

Charmi Katira
| Edited By: | Updated on: May 10, 2021 | 8:41 AM

એક બાજુ ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકોને પંખા વગર રહેવું અસહ્ય થઇ જાય છે. આ વચ્ચે વડોદરામાં (Vadodara) સતત બીજે દિવસે લાઈટ ગુલ થઇ ગઈ હતી.

એક બાજુ ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકોને પંખા વગર રહેવું અસહ્ય થઇ જાય છે. આ વચ્ચે વડોદરામાં (Vadodara) સતત બીજે દિવસે લાઈટ ગુલ થઇ ગઈ હતી. પાદરાના મોટા ભાગ વિસ્તારોમાં સતત બીજા દિવસે રાતે વીજ પુરવઠો ખોરવાતા 200 નારાજ નગરજનોએ વીજ કંપની પર હલ્લા-બોલ કર્યો હતો.

શનિવારે રાતે પણ લાઈટ ગુલ થઇ હતી અને રવિવારે રાતે પણ લાઈટ ગુલ થઇ જતા લોકો જીઇબી ઓફિસ પહોંચીને હોબાળો મચાવ્યો હતો.પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વિજળી ડૂલ થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. નાગરિકો સાથે પાલીકાના કોર્પોરેટરો પણ ઓફિસે પહોંચ્યા હતા. મુખ્ય અધિકારી ફોન નહિ ઉપાડતા આક્રોશીત નાગરિકોએ વીજ કંપનીના મુખ્ય અધિકારી વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">