વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી
વડોદરા સોખડા મંદિરમાં જે યુવકને સંતો દ્વારા માર મારવામાં અવ્યો છે તે અનુજ ચૌહાણ અને તેનો પરિવાર હજુ પણ અજ્ઞાતવાસમાં છે. પોલીસે તેમના ઘર બહાર એક નોટિસ લગાવી છે અને પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું છે.
વડોદરા (Vadodara) ના હરિધામ સોખડાના(Sokhada) સંતો દ્વારા સેવકને માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ભોગ બનનાર સેવક અનુજ ચૌહાણ (Anuj Chauhan)કોર્ટના (Court) શરણે પહોંચી ગયો અને ફરિયાદ નોંધાવી. અનુજે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે ગ્રામ્ય પોલીસ તેની ફરિયાદ નથી નોંધી રહી. બીજી તરફ કોર્ટે અનુજના આરોપોની ગંભીરતા જોતા ત્યાગવલ્લભ સ્વામી સહિત કુલ 11 સંતો સામે ફરિયાદ દાખલ કરી છે. સાથે જ પોલીસને 7 દિવસમાં કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ આદેશ કર્યો છે.
સંતો પર ગંભીર આરોપ લાગ્યા બાદ હવે અનેક લવાલો ઉઠ્યા છે. જેના જવાબ જરૂરી છે. 6 જાન્યુઆરીએ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સ્થળ પર પણ પહોંચી ગઈ હતી. જો કે, ફરિયાદ કોઈએ ન નોંધાવી. એટલું જ નહીં પોલીસે પરીવારને સુરક્ષા આપવાની પણ ખાતરી આપી હતી. આ અમે નહીં પરંતુ ખુદ પોલીસે દાવો કર્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે જ એટલે કે 7 જાન્યુઆરીએ અચાનક જ અનુજ સહપરિવાર ગાયબ થઈ ગયો. આ દરમિયાન ફરી એક વીડિયો આવ્યો જે અનુજના પિતાનો હતો. તેઓ પણ કહી રહ્યા હતા કે અમારા જીવને જોખમ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં ફરી પોલીસ દોડતી થઈ અને સોખડા મંદિરમાં પહોંચી ગઈ અને સંતોની પૂછપરછ કરી. આટલું થયા બાદ અચાનક જ અનુજના વકીલ પ્રગટ થયા અને કોર્ટમાં ફરિયાદ નોંધાવી દીધી. તો કોર્ટે તપાસના આદેશ આપી દીધા. જોકે, હવે સવાલ ઉઠ્યા છેકે,
અનુજ કોનું મોહરૂ ? જો જીવનું જોખમ હતું તો પોલીસ પાસે કેમ ન ગયાં ? બીજા શહેરમાં ભાગી ગયા તો ત્યાંની પોલીસ પાસે મદદ કેમ ન લીધી ? શા માટે રહી રહીને અનુજને જીવનું જોખમ લાગે છે ? અનુજના ખભે બંદૂક રાખી કોઈ બીજું તો નિશાનો નથી તાકી રહ્યું ને ? અનુજનો ઉપયોગ કરીને કોઈ ફાયદો ઉઠાવાની યોજના તો નથી ને ?
આ સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યાં છે, કારણ કે અનુજ સતત પ્રબોધ સ્વામીના માણસો પર જોખમની વાત કરી રહ્યો છે. પ્રબોધ સ્વામીના માણસો પર જોખમની વાત શા માટે આવી રહી છે.એટલું જ નહીં હવે અમે આપને જે વીડિયો દર્શાવવા જઈ રહ્યા છે તેનું કનેક્શન પણ આ સમગ્ર ઘટના સાથે હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયો હરીધામ સોખડાના સ્થાપક હરિપ્રસાદ સ્વામીનો જ્યારે જીવીત હતાં ત્યારનો છે. તેમણે સોખડાની ગાદી પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને સોંપી હતી.
આ વીડિયો જોયા બાદ સૌના મનમાં સૌથી મોટો સવાલ એક જ ઉઠી રહ્યો છે કે, શું આ સમગ્ર વિવાદનું મૂળ ગાદી તો નથી ને ? શું અનુજનો ઉપયોગ ગાદી મેળવવા માટે તો નથી થઈ રહ્યો ને ? યોગ્ય તપાસ બાદ જ આ વિવાદનું મૂળ પકડાશે. જોઈએ પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે.
અનુજ ચૌહાણ અને તેનો પરિવાર હજુ અજ્ઞાત વાસમાં
વડોદરા સોખડા મંદિરમાં જે યુવકને સંતો દ્વારા માર મારવામાં અવ્યો છે તે અનુજ ચૌહાણ અને તેનો પરિવાર હજુ પણ અજ્ઞાતવાસમાં છે. પોલીસે તેમના ઘર બહાર એક નોટિસ લગાવી છે અને પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું છે. જોકે, અનુજ શા માટે પોલીસ સમક્ષ હાજર નથી થતો કે સવાલ છે. પોલીસે કહ્યું છે કે, જો ત્રણ દિવસમાં અનુજ હાજર નહીં થાય તો તેઓ અનુજના નિવેદન વગર જ કોર્ટમાં રિપોર્ટ સોંપશે.
હરિભક્તોના અનુજ પર આક્ષેપ
વડોદરા હરિધામ સોખડા મંદિરમાં સામે આવેલા વિવાદ બાદ હવે કેટલાક હરિભક્તો પણ સામે આવ્યા છે. હરિભક્તોનો દાવો છે કે, મંદિરમાં સંતો વચ્ચેના વિવાદની કોઈ વાત જ નથી, હરિધામ સોખડા મંદિરમાં 138 જેટલા સંતો છે અને 650થી વધુ હરિભક્તો સેવા બજાવી રહ્યા છે. આટલા વર્ષોમાં ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી. હરિભક્તોને આશંકા છે કે, પ્રબોધ સ્વામીને આગળ ધરીને પડદા પાછળ કોઈ વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે ષડયંત્ર કરી રહ્યું છે.
હરિભક્તોએ પણ આક્ષેપ કર્યો કે, અનુજ કોઈનો હાથો બનીને આ પ્રકારે નિવેદન બદલી રહ્યો છે.. સાથે જ સવાલ ઉઠાવ્યા કે, અનુજના નિવેદનમાં વિરોધાભાસ કેમ સામે આવી રહ્યા છે ? એટલું જ નહીં હરિભક્તોએ અનુજ સામે ક્રોસ ફરિયાદ દાખલ કરવાની પણ રજૂઆત કરી છે.
આ પણ વાંચો : ઊર્જા વિભાગની ભરતી મુદ્દે યુવરાજસિંહની CBI તપાસની માગ, 14મી જાન્યુઆરીએ બેરોજગાર પતંગોત્સવનું આયોજન
આ પણ વાંચો : MAHESANA: જોટાણાના શિક્ષકને વેક્સિનેશનના 2 સર્ટિફિકેટ મળ્યાં, હવે કેમ મળશે બુસ્ટર ડોઝ?