ઊર્જા વિભાગની ભરતી મુદ્દે યુવરાજસિંહની CBI તપાસની માગ, 14મી જાન્યુઆરીએ બેરોજગાર પતંગોત્સવનું આયોજન

યુવરાજસિંહે જણાવ્યું કે "આવનારા દિવસોમાં અમે જન પ્રતિનિધિઓ પાસે જઈશું" "યુવા અધિકાર ન્યાય ચળવળ કમિટીની રચના કરીશું" "પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી રજૂઆતનું આયોજન છે"" બેરોજગાર યુવાનો આ બાબતે વિરોધ નોંધાવશે " 

Gandhinagar : આગામી સમયમાં ઊર્જા વિભાગની (Department of Energy) ભરતીમાં (Recruitment)કથિત કૌભાંડ (Scam) મુદ્દે આંદોલન ઉગ્ર બની શકે છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja)આ અંગે CBI તપાસની માગણી કરી છે. યુવરાજસિંહનો આરોપ છે કે, ઊર્જા વિભાગમાં કૌભાંડની તપાસ ઉર્જા વિભાગના અધિકારીઓને જ આપવામાં આવી છે. જેથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે અમે CBI તપાસની માગ કરી છે.

આ ઉપરાંત યુવરાજસિંહે 2014 પછી થયેલી તમામ ભરતીમાં થયેલા કૌભાંડના આક્ષેપ મુદ્દે પણ CBI તપાસની માગણી કરી છે. યુવરાજસિંહે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે CBI તપાસ થવી જોઈએ. તેના માટે તેમણે પંચાયતથી પાર્લામેન્ટ સુધી રજૂઆતની પણ તૈયારી દર્શાવી છે.

તો 14 જાન્યુઆરીથી બેરોજગાર યુવાનો અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શીત કરશે. 14 જાન્યુઆરીએ યુવાનો બેરોજગાર પતંગમહોત્સવ ઉજવશે. 15 થી 21 જાન્યુઆરી સુધી બેરોજગાર પરિવારો રામધૂન કરશે. ત્યારબાદ PMને પોસ્ટકાર્ડ લખવા, સમાજના મોભીઓ, સંતો, મહંતો, શૈક્ષણિક સંકુલમાં રજુઆત કરવાનું, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મળવાનું તેમજ RSSના વડા મોહન ભાગવતને રૂબરૂ મળવાનું પણ આયોજન છે.

આ સાથે જ યુવરાજસિંહે જણાવ્યું કે “આવનારા દિવસોમાં અમે જન પ્રતિનિધિઓ પાસે જઈશું” “યુવા અધિકાર ન્યાય ચળવળ કમિટીની રચના કરીશું” “પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી રજૂઆતનું આયોજન છે”” બેરોજગાર યુવાનો આ બાબતે વિરોધ નોંધાવશે ”

આ પણ વાંચો : MAHESANA: જોટાણાના શિક્ષકને વેક્સિનેશનના 2 સર્ટિફિકેટ મળ્યાં, હવે કેમ મળશે બુસ્ટર ડોઝ?

આ પણ વાંચો : માંડવીના આમલી ડેમમાં ડૂબેલા 5 લોકોનો હજુ સુધી કોઈ પતો નથી, સાંસદ સહિતના લોકોએ સ્થળની મુલાકાત લીધી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati