Breaking News : Vadodara માં મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીના અપહરણની ફરિયાદ, પોલીસે તપાસ શોધખોળ શરૂ કરી
કોન્સ્ટેબલ મણી ચૌધરી મૂળ બનાસકાંઠાના ડીસાની વતની છે. તે અગાઉ ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી તે દરમિયાન તેના પ્રેમી સદ્દામ ગરાસિયા સાથે ભાગી જતાં વિવાદમાં આવી હતી. હાલમાં તે વેજપુર ગામે મકાન ભાડે રાખીને સદ્દામ ગરાસિયા સાથે મૈત્રી કરારથી રહેતી હતી.

Vadodara :અગાઉ પ્રેમી સાથે ભાગી જવાના કારણે વિવાદમાં આવેલી કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ થયું છે મણી ચૌધરી વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવે છે.. તે ફરજ પરથી ઘરે જઈ રહી હતી હતી તે દરમિયાન કારમાં આવેલા 3 શખ્સો ઉઠાવી ગયા છે. સમગ્ર મામલે પોલીસે તેના પ્રેમી સદ્દામ ગરાસિયાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
સદ્દામ ગરાસિયા સાથે મૈત્રી કરારથી રહેતી હતી
કોન્સ્ટેબલ મણી ચૌધરી મૂળ બનાસકાંઠાના ડીસાની વતની છે. તે અગાઉ ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી તે દરમિયાન તેના પ્રેમી સદ્દામ ગરાસિયા સાથે ભાગી જતાં વિવાદમાં આવી હતી. હાલમાં તે વેજપુર ગામે મકાન ભાડે રાખીને સદ્દામ ગરાસિયા સાથે મૈત્રી કરારથી રહેતી હતી.
કારમાં આવેલા 3 લોકો મણી ચૌધરીને લઈ ગયા છે
આજે તે ફરજ પરથી ઘરે પરત ન ફરતાં સદ્દામ તેને શોધવા નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેનું ટુ-વ્હીલર મળી આવ્યું હતું. ત્યાં રહેતા એક વ્યક્તિએ માહિતી આપી હતી કે કારમાં આવેલા 3 લોકો મણી ચૌધરીને લઈ ગયા છે.. જેથી સદ્દામે સમગ્ર હકીકત પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી હતી..
પ્રેમી સદ્દામની પત્નિએ દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી
સદ્દામ પરિણીત છે અને સંતાનોનો પિતા છે, છતાં મણીબેન ચૌધરી પ્રેમ સંબંધમાં હતા. બંને સાથે ભાગી ગયા બાદ પોલીસની પકડમાં આવી ગયા હતા.મણીબેન ચૌધરીનું કાઉન્સેલિંગ કરી તેણીને પરિવારજનોને સોંપી ડીસા મોકલી આપી હતી પરંતુ બાદમાં સદ્દામની પત્નીએ પતિ સદ્દામ ,સદ્દામની માતા અને મણીબેન ચૌધરી વિરુદ્ધ ઇપીકો 498 મુજબ ગુનો દાખલ કરાવતા કોન્સ્ટેબલ મણીબેન ને લાંબી કાનૂની પ્રક્રિયા નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મણીબેનના પરિવારજનો શંકાના દાયરામાં
કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું અપહરણ કોના દ્વારા અને કેમ કરવામાં આવ્યું તે પ્રશ્ન નો જવાબ વડોદરા ગ્રામ્ય પોલીસ ને હજુ નથી મળ્યો, કારણ કે ઘટના સ્થળ ની આસપાસ થી પોલીસ ને એવા કોઈજ સગડ નથી મળ્યા જે અપહરણકારો સુધી પહોંચાડી શકે. જોકે મણીબેન ચૉધરી એ તેના કેટલાક અંગત સ્ટાફ મિત્રો સમક્ષ થોડા દિવસ પહેલા એવી ભીતિ વ્યક્ત કરી હતી કે તેના પરિવાર જનો તેને ચેનથી જીવવા નહીં દે.
ગત સપ્તાહે જ પુનઃ ફરજ પર હાજર થઈ
ડભોઇ પોલીસ મથક માં ફરજ બજાવતી હતી ત્યારે પ્રેમી સદ્દામ સાથે ભાગી જવાના મુદ્દે ભારે હોહા બાદ તેની ડેસર પોલીસ મથકે બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ સદ્દામ ની પત્નિ એ નોંધાવેલી ફરિયાદ ને પગલે કાનૂની કાર્યવાહી માટે લાંબા સમય સુધી અટવાયેલી રહેલી મણીબેન ચૉધરી ગત સપ્તાહેજ પોતાની નવી જગ્યાએ હાજર થઈ હતી.
LCB ની 10 ટીમો દ્વારા સઘન શોધખોળ
મણીબેન ચૌધરીનું કોણ કેમ અપહરણ કરી જાય તે પ્રશ્ન ના જવાબ મેળવવા સાથે વડોદરા ગ્રામ્ય પોલીસ ની LCB સહિત ની જુદી જુદી 10 ટિમો,LCB ની ટિમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે જુદી જુદી દિશાઓ માં શોધખોળ કરી રહી છે.જેનું સુપરવિઝન ખુદ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ કરી રહ્યા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો