AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : રસાયણ શાસ્ત્રીએ વડાપ્રધાનના જીવનને કેન્દ્રમાં રાખી લખી 119 કવિતા, વડાપ્રધાને પત્ર લખી શુભેચ્છા પાઠવી

વડોદરાના (Vadodara) રસાયણ શાસ્ત્રના (Chemist) પ્રાધ્યાપિકા કવયિત્રી ડો. નલિનીએ વડાપ્રધાનના ઉન્નત અને યશસ્વી જીવનને કેન્દ્રમાં રાખીને 119 કવિતાઓના કાવ્ય સંગ્રહની રચના કરી છે.

Vadodara : રસાયણ શાસ્ત્રીએ વડાપ્રધાનના જીવનને કેન્દ્રમાં રાખી લખી 119 કવિતા, વડાપ્રધાને પત્ર લખી શુભેચ્છા પાઠવી
21ki sadi ke karmyogi book by Dr. Nalini Purohit
yunus.gazi
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:13 PM
Share

રસાયણ શાસ્ત્રી જ્યારે કવિતાના બંધારણનું રાસાયણિક પૃથકકરણ કરે ત્યારે શું થાય ?. વડોદરામાં (Vadodara) આવી એક ઘટના બનેલી છે. વડોદરાના એક રસાયણ શાસ્ત્રના (Chemistry) પ્રાધાપિકા ડો. નલિની પુરોહિતે (Dr. Nalini Purohit) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કર્મયોગી જીવનને કેન્દ્રમાં રાખીને એકસો થી વધુ કવિતાઓ શબ્દબધ્ધ કરી છે. નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત કવિતા સંગ્રહ “21 વી સદી કે કર્મયોગી” ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પુસ્તકના વિમોચન પ્રસંગે પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી.

119 કવિતાઓના કાવ્ય સંગ્રહની રચના

વડોદરાનાના રસાયણ શાસ્ત્રના પ્રાધ્યાપિકા કવયિત્રી ડો. નલિનીએ એ પ્રધાનમંત્રીના ઉન્નત અને યશસ્વી જીવનને કેન્દ્રમાં રાખીને 119 કવિતાઓના કાવ્ય સંગ્રહની રચના કરી છે. કવિતાના રસાયણના મર્મજ્ઞ કવયિત્રી – સાહિત્ય સર્જક નલીનીબહેને વિજ્ઞાનના વિષયમાં અધ્યાપનકાર્યની સાથે સાહિત્ય અને કવિતામાં ઊંડું ખેડાણ કર્યું છે. નરેન્દ્ર મોદીના જીવનને કેન્દ્રમાં રાખીને એકસો થી વધુ કવિતાઓ શબ્દબધ્ધ કરી છે.

હીરાબા પ્રત્યેના અહોભાવને કાવ્યમાં વણી લીધો

ડો.નલિની પુરોહિતે સૂચક શબ્દોમાં જણાવ્યુ હતુ કે, સ્વામી વિવેકાનંદજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને આપણે સદેહે જોયાં નથી. તેમ છતાં, તેઓ આપણા પથદર્શક છે. ત્યારે સદનસીબે નરેન્દ્ર મોદીને આપણે સદેહ જોઈ અને અનુભવી રહ્યાં છે. એ સંજોગોમાં એમનું જીવન સૌ માટે અવિરત પ્રેરણાનો સ્ત્રોત છે. આ અનુભૂતિને જ મેં કાવ્યોમાં કંડારી છે. તેની સાથે તેમણે હિન્દી કાવ્ય સંપૂટમાં નરેન્દ્ર મોદી જેવા પનોતા પુત્રના જન્મદાત્રી માતા હીરાબા પ્રત્યેના અહોભાવને પણ કાવ્યમાં વણી લીધો છે.

વડાપ્રધાને પત્ર લખી શુભેચ્છા પાઠવી

ડો. નલિની પુરોહિતને હિરાબાને મળીને આ કાવ્ય સંગ્રહ હાથોહાથ ભેટ આપવાની અને તક મળે તો વડાપ્રધાનને આ પુસ્તક રૂબરૂ આપવાની તેને અદમ્ય ઈચ્છા છે. તેમણે ગુર્જર ધરાની અસ્મિતા અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ તેમાં કાવ્ય નિરૂપણ કર્યું છે. વડાપ્રધાને પુસ્તકના વિમોચન પ્રસંગે પત્ર શુભેચ્છા પાઠવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે,કવિતા સંવાદનું સશક્ત માધ્યમ છે. મે પણ ઘણીવાર મારા વિચારો અને સંવેદનાઓને કવિતામાં ઉતારી છે અને તેની ઊર્જાનો અનુભવ કર્યો છે.

સાહિત્ય સમીક્ષક શુભદા પાંડે આ કાવ્ય સંગ્રહ અંગે જણાવે છે કે, તમારું કાવ્ય પુસ્તક કોઈ વ્યક્તિને નહિ એક વ્યક્તિત્વને સમર્પિત છે. કદાચ હિન્દીમાં નરેન્દ્રભાઈના જીવન અને કર્મયોગનું નિરૂપણ કરતા 119 કાવ્યોની કોઈ સર્જકે રચના કરી હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે. કેટલાંક લોકો પદ મેળવીને વિભૂષિત થાય છે જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના પદને વિભૂષિત કર્યું છે. નલિનીએ ક્યાંક અર્જુન રૂપે,ક્યાંક ઉત્તમ પથદર્શક રૂપે તેમનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે, સહજ રીતે લખાયેલો આ કાવ્ય ગ્રંથ છે.

ડો.નલિની પુરોહિત નરેન્દ્ર વ્યક્તિત્વ ને નીરૂપતા કહે છે કે,

સુબહ ચહક્તા ગુલમહોર, ધૂપ કી તપિશ સહતા ગુલમહોર, શામ કો મુસ્કુરાતા ગુલમહોર, ઇસી લિયે લડને કી તાકત રખતા ગુલમહોર.. હમેં મિલા ૨૧ વી સદી કા ગુલમહોર..

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">