વડોદરા : 9 માર્ચે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મૃતકના પિતાએ હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ

મૃતક પંકજ પરમારના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પિતાના જણાવ્યા પ્રમાણે 9મી માર્ચથી પંકજ ઘરેથી બાઈક લઇ નીકળ્યો હતો પરંતુ બીજે દિવસે પણ પરત નહીં ફરતા તેની સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો.

વડોદરા : 9 માર્ચે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મૃતકના પિતાએ હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 12:52 PM

વડોદરાના રામપુરા ગામના 9 માર્ચે ગુમ થયેલા યુવકનો મૃતદેહ ડભાસાની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી છે. મૃતક પંકજ પરમારના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પિતાના જણાવ્યા પ્રમાણે 9મી માર્ચથી પંકજ ઘરેથી બાઈક લઇ નીકળ્યો હતો પરંતુ બીજે દિવસે પણ પરત નહીં ફરતા તેની સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: વડોદરાને મળશે આજે નવા મેયર, કેયુર રોકડિયાના રાજીનામા બાદ અનેક નામો ચર્ચામાં, ચિરાગ બારોટ અને મનોજ પટેલનું નામ મોખરે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પંરતુ તેને ફોન ઉપાડ્યો ન હોતો. જેથી પરિવાર તેની શોઘખોળ કરી રહ્યો હતો. તે જ અરસામાં ડભાસાની કેનાલમાંથી પંકજનો મૃતદેહ મળ્યો હતો. સાથે જ કેનાલ પાસે તેની બાઈક અને તેમાંથી મોબાઈલ અને પર્સ પણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે પંકજનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો પોલીસે પણ આ અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદની હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ

આ અગાઉ અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો હતો. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી.

નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી હતી. પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો હતો. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

g clip-path="url(#clip0_868_265)">