AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: અકોટાના મિકેનિકલ એન્જીનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ લીધો, અત્મહત્યાનું કારણ અકબંધ

મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. લગ્નના 4 મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

Vadodara: અકોટાના મિકેનિકલ એન્જીનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ લીધો, અત્મહત્યાનું કારણ અકબંધ
mechanical engineer suicide
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:55 PM
Share

વડોદરા (Vadodara) માં એક યુવકની આત્મહત્યા (suicide) ના લાઈવ સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. વડોદરાના અકોટાના યુવકની મકરપુરાની કંપનીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પૂર્વે યુવક તણાવમાં ફરી રહ્યો હોવાના અને બાદમાં પટ્ટા વડે ગળેફાંસો ખાતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં છે. 27 વર્ષીય મિકેનિકલ એન્જીનિયર યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

વડોદરાના અકોટા પટેલ એસ્ટેટ પાસે સન્મુખ પાર્કમાં રહેતો 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલે મકરપુરા GIDCમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતો હતો. 2 જુલાઇએ રાત્રે પટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોડે સુધી ઘરે ન આવતા પુત્રની ચિંતામાં પરિવારે કંપનીમાં ફોન કરતા ઘટનાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવાનનો ભાઈ સિંગાપુર ખાતે હોવાથી તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. યુવાને આ પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. લગ્નના 4 મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. યશ અગ્રવાલે મકરપુરા સ્થિત કંપનીમાં આપઘાત કર્યો હતો. જેથી સમગ્ર ઘટના કંપનીના CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં દેખાય છે કે, આપઘાત કરતા પહેલા યશ અગ્રવાલ 1 કલાક 10 મિનિટ સુધી આંટાફેરા મારે છે, ત્યારબાદ તે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લે છે.

આ પણ વાંચો

વડોદરામાં આપઘાતના અન્ય બે બનાવ પણ બન્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ચાપડ બિલ રોડ પર ફોર્ચ્યુન ઇલાઇટમાં રહેતી સુશીલાબેન જેઠારામ માંજુના  પતિ મકરપુરામાં ચ્હાની લારી છે.આજે સવારે તેનો પતિ કામ  પર ગયો હતો.તે દરમિયાન સુશીલાએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે આપઘાતની જાણ થઇ હતી.

અન્ય એક બનાવની વિગત એવી છે કે,વડસર બ્રિજ નીચે ઇન્દિરાનગરમાં રહેતા ભારતીદેવી યાદવે આજે સવારે લીલા કલરની સાડી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.તેના પતિ ભાઇના ઘરે ટિફિન આપવા ગયો હતો.તે પરત આવ્યો ત્યારે પત્નીને  ફાંસો ખાધેલી  હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી.માંજલપુર  પોલીસે જણાવ્યું હતું કે,ભારતીદેવીનો લગ્નગાળો દોઢ વર્ષનો છે.અને તેને એક મહિનાનો ગર્ભ હતો.આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.કારેલીબાગમાં રહેતા માનસિક અસ્વસ્થ યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">