Vadodara: છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં દેખાય છે રહસ્યમય ડ્રોન, લોકોમાં ડરનો માહોલ બાદ તંત્રની અફવા ન ફેલાવવા અપીલ

અલગ અલગ ગામમાં ડ્રોન દેખાવાને લઇને હવે મામલતદાર (Mamlatdar) દ્વારા તમામ ગામોમાં જાહેરાત કરવામાં આવી છે કે, ડ્રોન (Drone) પાછળ કોઈએ સમય બગાડવો નહીં. તેની પાછળ પણ જવું નહીં અને જમીન ઉપર ઉતરે તો તેનાથી દૂર રહેવું હાથ લગાવવું નહીં અને ખોટી અફવા ફેલાવવી નહીં.

Vadodara: છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં દેખાય છે રહસ્યમય ડ્રોન, લોકોમાં ડરનો માહોલ બાદ તંત્રની અફવા ન ફેલાવવા અપીલ
ડેસર તાલુકાના ગામોમાં ડ્રોન દેખાતા લોકોમાં કુતુહલ સાથે ડરનો માહોલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 3:58 PM

વડોદરાના (Vadodara) ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન (Drone) દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિ દરમિયાન રહસ્યમય ડ્રોન જૂથમાં ઉડતા જોવા મળે છે. જેના કારણે લોકોમાં કુતુહુલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેસરના જાંબુગોરલ, દાજીપુરા, બેડપ, વાલાવવા ગામમાં રાત્રે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી અંદાજે 15થી 20 એકસાથે ચક્કર મારતા છે. આ સમગ્ર ઘટનાક્રમની ડેસર પોલીસને (Desar Police) જાણ કરવામાં આવી છે.

સાતથી આઠ ડ્રોન એકસાથે ઉડતા દેખાયા

ડેસર તાલુકાના જાંબુગોરલ, મેરાકુવા, વાલાવાવ, દાજીપુરા, બારીયાના મુવાડા સહિતના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી મોડી રાત્રે સાતથી આઠ જેટલા ડ્રોન ઉડતા જોવા મળે છે. જેને લઇને ગ્રામજનોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે. મેરાકુવા ગામના સરપંચ ગણપતભાઈ પરમારે રાત્રે હારમાળામાં સાતથી આઠ જેટલા ડ્રોન વારંવાર તેઓના ગામ ઉપર ચક્કર મારતા જોવા મળતા તલાટી કમ મંત્રી રાજેશ પટેલને જાણ કરી હતી.

મામલતદાર ભરત પારેખને ડ્રોન વિશે કરાઇ જાણ

રાત્રે આકાશમાં ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી ગામના તલાટીએ ડેસર મામલતદાર ભરત પારેખને આ બાબતે જાણ કરી હતી. તેઓએ ડેસર પોલીસ મથકના પી.એસ.આઇ એસ. કે. ચારેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વિગત મેળવવા જણાવાયું હતું. જ્યારે જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટા પુરા દાજીપુરા બૈડપ બારીયાના મુવાડા અને જાંબુગોરલ સહિતના ગામોમાં પાંચથી છ જેટલા ડ્રોન ગ્રામજનોએ નજરે નિહાળતા સરપંચ મહેન્દ્રભાઈ સોલંકીને જાણ કરાઈ હતી.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

મામલતદારની લોકોને અપીલ

અલગ અલગ ગામમાં ડ્રોન દેખાવાને લઇને હવે મામલતદાર દ્વારા તમામ ગામોમાં જાહેરાત કરવામાં આવી છે કે, ડ્રોન પાછળ કોઈએ સમય બગાડવો નહીં. તેની પાછળ પણ જવું નહીં અને જમીન ઉપર ઉતરે તો તેનાથી દૂર રહેવું હાથ લગાવવું નહીં અને ખોટી અફવા ફેલાવવી નહીં. આ બાબતે અમે તંત્રનું ધ્યાન દોરીશું. જ્યારે ગત રાત્રિ દરમિયાન વાલાવાવ અને ડેસર તળાવ બજારમાં પણ જુથમાં ડ્રોન નજરે પડ્યા હતા.

વારંવાર રાત્રિ દરમિયાન અનેક ગામોમાં ડ્રોન ઉડતા હોવાની વિગતો આવતી હોવાથી તાલુકાના કયા ગામમાં કોની પાસે ડ્રોન છે તેવી વિગતો મેળવવા માટે ડેસર પોલીસ મથકના પીએસઆઇએ તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચોની એક બેઠક બોલાવી હોવાની જાણકારી મળી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ડેસર તાલુકાના સિહોરા ગોરસણ છાલીયેર ના નદી કિનારા ઉપર રાત્રી દરમિયાન ત્રણ ડ્રોન ઉડતા નજરે પડ્યા હતા ડેસર પોલીસ મથકના પીએસઆઇ એ તેની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના આ ડ્રોન હોઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">