AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુનો કર્યો હશે તો સજા મળશે જ, ધોળકા હત્યા કેસમાં 4ને આજીવન કેદ

પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી અસહ્ય માર માર્યા બાદ ગળે ટુંપો આપી હત્યા કરી નાખવામાં આવી હતી અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો.

Ahmedabad: ગુનો કર્યો હશે તો સજા મળશે જ, ધોળકા હત્યા કેસમાં 4ને આજીવન કેદ
4 will be sentenced to life imprisonment
Ronak Varma
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:28 PM
Share

વર્ષ 2018ની સાલમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા (Dholka) ટાઉન પોલીસ (Police) સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી બંધક બનાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વ્યક્તિને અસહ્ય માર માર્યા બાદ ગળે ટુંપો આપી હત્યા કરી નાખવામાં આવી હતી અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાબતનો ગુનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ધોળકા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે કુલ ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.

વર્ષ 2018 ની સાલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણ અને કાવતરું રચવા હેઠળનો ગુનો નોંધાયો હતો. સમગ્ર હકીકત એ મુજબની છે કે ભરતભાઈ મનુભાઈ મકવાણા નામના એક વ્યક્તિએ પર્સોતોમભાઈ ઉર્ફે પસાભાઈ પરમાર પાસેથી ઉછીના 10 લાખ 30 હજાર લીધા હતા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાય ભરતભાઈ મકવાણા કોઈ કારણોસર રૂપિયા આપી શકતા નોહતા જેથી આ કેસના મુખ્ય આરોપીએ પરસોતમ ભાઈ પરમારે અને અન્ય 06 આરોપીઓ એમ કુલ મળીને સાત આરોપીઓએ ભેગા મળીને ભરતભાઈ મકવાણાનું વટામણ ચોકડી પાસેથી અપહરણ કરી લીધું હતું અને અપહરણ કર્યા બાદ જુવાળ રૂપાવટી ગામમાં એક ઘરમાં લઈને જઈને પૂરી દીધા હતા અને ત્યાં આગળ ભરતભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. બાદમાં પણ પૈસા નહી આપતા ગળે ટુપો દઈને ભરતભાઈ મકવાણાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ ભરત મકવાણાની લાશને ગાડીમાં નાખીને ચાણોદ લઇ જવા આવી હતી અને લાશને સળગાવી દેવામાં આવી હતી. જેથી કરીને પૂરવાનો નાશ કરી શકાય અને પોલીસ આરોપીઓ સુધી પોહચી શકે નહિ. ઉલ્લેખનીય છે કે આ મામલે ધોળકા પોલીસે શરૂઆતમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધીને સાતેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો

ચાર વર્ષ બાદ શું આવ્યો ન્યાય પાલિકાનો ચુકાદો?

ધોળકા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે સમગ્ર બનાવની ગંભીર નોંધ લેતા આ કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓ માંથી ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10,૦૦૦ નો દંડ ફટકાર્યો છે આ કેસમાં નામદાર કોર્ટે કુલ 37 જેટલા સાક્ષીઓની તપાસ કરી હતી અને 14 જેટલા દસ્તાવેજી પુરવાઓ ધ્યાને લીધા હતા મૃદાલા બેન પરમાર અને ભરતભાઈ પરમારને પુરવાના અભાવે કોર્ટે છોડી મુક્યા હતા. જયારે કોર્ટે જીતેન્દ્ર ઉર્ફે પરમાર, કૌશિક ઉર્ફે કનુભાઈ પરમાર,વિક્રમ ભાઈ પરમાર તથા નીલેશ ઉર્ફે ચકો પરમારને આજીવન કેસની સજા ફટકારી છે અને રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">