AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: વડોદરા લિટરેચર ફેસ્ટીવલનું અભિનેત્રી શબાના આઝમીએ કર્યુ ઉદ્દઘાટન- કહ્યુ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે લિટરેચર ફેસ્ટિવલ અને અનુવાદ જરૂરી

Vadodara: વડોદરા લિટરેચર ફેસ્ટીવલનું અભિનેત્રી શબાના આઝમીએ ઉદ્દઘાટન કર્યુ. ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ અને IIMUNના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિક્શન અને નોન-ફિક્શન રાઈટર્સ, કવિઓ, જાણીતા શેફ લેખકો, સાહિત્યકારો એકત્રિત થયા છે.

Vadodara: વડોદરા લિટરેચર ફેસ્ટીવલનું અભિનેત્રી શબાના આઝમીએ કર્યુ ઉદ્દઘાટન- કહ્યુ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે લિટરેચર ફેસ્ટિવલ અને અનુવાદ જરૂરી
yunus.gazi
| Edited By: | Updated on: May 07, 2023 | 9:44 AM
Share

કળાને પ્રોત્સાહન આપવામાં સદીઓથી સાહિત્યનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તથા કળા અને સાહિત્ય બંન્નેનો ઉપયોગ વિદ્યાર્થીઓને લિબરલ આર્ટ્સ અને હ્યુમનિટી શીખવાવમાં ઉપયોગી સાબિત થયો છે.

આ અંતર્ગત પારૂલ યુનિવર્સિટીએ અભિનેત્રી શબાના આઝમીને વડોદરા લિટરેચર ફેસ્ટિવલની શોભા વધારવા માટે આમંત્રિત કર્યાં હતાં. ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ તથા આઇઆઇએમયુએનના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિક્શન અને નોન-ફિક્શન રાઇટર્સ, કવિઓ, જાણીતા શેફ અને લેખકો, સાહિત્યકારો એકત્રિત થયાં છે. તથા તેમણે લેખન, વાર્તા અને સાહિત્ય સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે.

આ વિશિષ્ટ ફ્લેગશીપ કાર્યક્રમમાં ચેતન ભગત, દુર્જોય દત્તા સહિતના વિશ્વભરમાં જાણીતી હસ્તીઓ વિદ્યાર્થીઓને મળશે તથા તેમની સાથે માહિતીસભર અને પ્રેરણાદાયી ચર્ચા કરશે.

સાહિત્યનો ઉદ્દેશ્ય લોકોના વિચારોને બળ આપવાનો- શબાના આઝમી

વડોદરા લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જાણીતા અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીના હસ્તે કરાયું હતું. તેમણે VLFમાં ભારતીય સંસ્કૃતિથી લઇને ધાર્મિકતા અને સર્વસમાવેશકતા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ દરમિયાન પેનલ ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, “સાહિત્યનો ઉદ્દેશ્ય લોકોના વિચારોને બળ આપવાનો છે અને મને લેખિત શબ્દ પ્રત્યે અપાર આદર છે. ભારતમાં પ્રાદેશિક ભાષાઓના વારસા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે લિટરેચર ફેસ્ટિવલ અને અનુવાદ જરૂરી છે. લિટરેચર ફેસ્ટિવલમાં યુવાનો અને વિદ્યાર્થીઓની સુંદર કામગીરીને જોતાં મને ખુશી થઇ છે.”

160થી વધુ ફિલ્મો સાથે ભારતીય ફિલ્મ જગતમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ

શબાના આઝમી જાણીતા અભિનેત્રી, સામાજિત કાર્યકર્તા, પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા છે. તેમણે 160થી વધુ ફિલ્મો સાથે ભારતીય ફિલ્મ જગતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે સ્વતંત્ર સિનેમા અને નોન-રિયાલિસ્ટિક સિનામામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવીને ચાહકોના હ્રદયમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે.

કેમ્પસમાં તેમની મુલાકાત દરમિયાન તેઓ ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયાં હતા. તથા સાહિત્ય પ્રેમીઓને પ્રેરક સંબોધન પણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સાહિત્યની દુનિયાની કેટલીક રસપ્રદ વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે શબાના આઝમીએ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નેશન ફિલ્મ એવોર્ડ પણ મેળવ્યો છે. તેમણે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ યુએનપીએફ માટે ગુડવીલ એમ્બેસેડર તરીકે લાખો લોકોના જીવન ઉપર સકારાત્મક પ્રભાવ પેદા કર્યો છે તથા રાજ્ય સભાના પૂર્વ નોમિનેટેડ મેમ્બર પણ છે.

આ પણ વાંચો: Vadodara પોલીસનો નવતર પ્રયોગ, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 270 બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન

કલ્પનાશક્તિ દ્વારા લેખન વિશ્વની સમજણ હાંસલ કરવાના પ્રયાસોમાં લિબરલ આર્ટ્સ ફેકલ્ટી યુનિવર્સિટીની અગ્રણી ફેકલ્ટી પૈકીની એક છે. તે વિદ્યાર્થીઓને સમસ્યાના ઉકેલ, કમ્યુનિકેશન અને લીડરશીપના ગુણો કેળવવામાં સહયોગ કરે છે.

તેના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સમકાલીન મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સમાજ અને માનવતા ઉપર સકારાત્મક અસરો પેદા કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ દ્વારા આયોજિત વીએલએફનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને સાહિત્ય પ્રત્યે પ્રેમ કેળવવા તથા વિશ્લેષણાત્મક માનસિકતા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">