વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાનો કેસ, 5 સંતો સહિત 7ની ધરપકડ બાદ તમામને મળ્યા જામીન

આખરે હરિધામ સોખડાના સંતો સામે ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.3 નોટિસ બાદ ગ્રામ્ય પોલીસ સમક્ષ હાજર થયેલા અનુજ ચૌહાણે પોતાનું નિવેદન નોંધાવ્યું.જેના આધારે પોલીસે 5 સંતો સહિત 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા :  સોખડા હરિધામમાં યુવકને માર મારવાનો કેસ,  5 સંતો સહિત 7ની ધરપકડ બાદ તમામને મળ્યા જામીન
Vadodara: 7 accused including 5 saints arrested in Sokhada temple controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:19 PM

વડોદરાના સોખડા (Sokhada  Temple) હરિધામમાં અનુજ ચૌહાણને (Anuj Chauhan)માર મારવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે.અનુજને માર મારનાર પાંચ સંતો (Saints)સહિત સાતેય આરોપીઓની ધરપકડ (arrest)કરવામાં આવી હતી . ત્યારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પોલીસ મથકેથી તમામ સાતેય આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે અનુજ ચૌહાણને મારનારા સ્વામી પોલીસ સ્ટેશને હાજર થયા હતા.

સોખડા હરિધામના ચકચારી અનુજ ચૌહાણ મારામારી કેસમાં પોલીસે નિવેદન નોંધ્યું. વડોદરા તાલુકા પોલીસ સમક્ષ અનુજના પિતા અને તેમના મિત્રએ જવાબ આપ્યો હતો. FIR નોંધાયા પછી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે વિરેન્દ્રસિંહ ચૌહાણનું નિવેદન લીધુ હતું. અનુજના પિતાએ તે દિવસે બનેલી ઘટના અંગે જાણકારી આપી હતી.

આખરે હરિધામ સોખડાના સંતો સામે ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.3 નોટિસ બાદ ગ્રામ્ય પોલીસ સમક્ષ હાજર થયેલા અનુજ ચૌહાણે પોતાનું નિવેદન નોંધાવ્યું.જેના આધારે પોલીસે 5 સંતો સહિત 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં અનુજને માર મારવાની સાથે ધાક ધમકી આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સાથે જ સંતો દ્વારા માર મારવાના વાયરલ થયેલા વીડિયોને પણ પુરાવા તરીકે લીધો છે.જે સંતો અને સેવકો સામે ફરિયાદ થઇ છે તેમાં,પ્રભુ પ્રિય સ્વામી, હરિ સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી તથા વિરલ સ્વામીનો સમાવેશ થાય છે.સાથે જ પ્રણવ આસોજવાળા તથા મનહર સોખડાવાળા નામના સેવકો સામે પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોકે ફરિયાદ બાદ અનુજે પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો.અને કાયદાની રાહે ચાલીને રાક્ષસી કૃત્ય આચરનારા લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી.અનુજ ચૌહાણે આરોપ લગાવ્યો કે સોખડા મંદિરના સંતો બે જૂથમાં વહેંચાયા છે.અને તે પ્રબોધ સ્વામીનો સમર્થક હોવાથી વિરોધી ગ્રુપના સંતોએ સજા આપી.તો બીજી તરફ અનુજના પિતાએ પણ પોતાના દિકરાને ન્યાય મળે અને આરોપી સંતોને સજા થાય તેવી માગ કરી.

જોકે ગુનો નોંધાયા બાદ હવે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થશે.અને જે સંતો સામે આરોપો લાગ્યા છે તેમની ધરપકડ થઇ શકે છે.ત્યારે જોવાનું રહેશે કે સોખડાથી શરૂ થયેલો આ વિવાદ હવે ક્યાં જઇને અટકે છે.

આ પણ વાંચો : ઊંઝા બજારમાં એક બોરી જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, ખેડૂતો પણ રહી ગયા દંગ

આ પણ વાંચો : રાજયમાં સૌથી વધુ અજમાના ભાવ હાપા માર્કેટીંગ યાર્ડમાં નોંધાયા, એક મણના 7000 સુધી હરાજીમાં ઉપજ્યા, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">