રાજયમાં સૌથી વધુ અજમાના ભાવ હાપા માર્કેટીંગ યાર્ડમાં નોંધાયા, એક મણના 7000 સુધી હરાજીમાં ઉપજ્યા, જાણો શું છે કારણ
અજમા માટે દેશભરમાં જામનગરનુ યાર્ડ પ્રખ્યાત છે. દેશભરમાં જામનગરથી અજમા મોકલાવાય છે, જામનગરનુ હાપા માર્કેટિંગ યાર્ડ અજમા માટેનુ મુખ્ય પીઠુ ગણાય છે, હાલ જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક શરૂ થઈ છે
જામનગરના હાપા (Hapa) માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ જાહેર હરાજીમાં રાજયમાં સૌથી વધુ ભાવ અજમાના એક મણના રૂપિયા 7 હજાર સુધી નોંધાયો. ભાવનગરના મહુવા તાલુકાના ડુડાસ ગામના ખેડુતને 20 કિલોના 7 હજાર રૂપિયા મળ્યા. જે અજમાના અત્યાર સુધીના સૌથી વધારે ભાવ નોધાયો છે.
આંધપ્રદેશમાંનુ ગન્ટુરની અંદર લાલ મરચાનુ હબ છે. તેવી રીતે જામનગર (Jamnagar) એ અજમા (Ajama) માટેનુ હબ માનવામા આવે છે અને જયા દેશભરમાંથી અજમાની ખરીદી થાય છે. તો ગલ્ફના દેશોમાં નિકાસ પણ થાય છે. જામનગરનો અજમો સારી ગુણવતા હોય છે. ગુજરાત બહાર અજમાનુ વાવેતર ઓછુ થાય છે.
અજમા સ્વાસ્થય માટે સારૂ માનવામા આવે છે. જામનગર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ (Marketing Yard)માં અજમાની સારા પ્રમાણમાં આવક થાય છે. અને તેની માંગ દેશભરમાં રહે છે. આ વખતે કમોસમી વરસાદના કારણે અજમાની ગુણવતા અને ઉત્પાદનમાં ધટાડો થયો છે. જે સારી ગુણવતા વારા અજમાના સારો ભાવ તો કેટલા ખેડૂતો (Farmer) ને 2000ની આસપાસનો ભાવ મળતા ખેડુતો નારાજી વ્યકત કરી.
જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક 200 થી 300 મણની આવક થઈ રહી છે. ખેડૂતોને 2000 થી 7000 રૂ. સુધીનો એક મણનો ભાવ મળે છે. જામનગર તથા આસપાસથી તો ખેડુતો અંહી આવે છે. સાથે રાજયના અન્ય જીલ્લા અમરેલી, ભાવનગર,મોરબી સહીતના વિસ્તારમાંથી ખેડુતો અજમાના વેચાણ માટે અંહી આવે છે. દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અજમાની વધુ આવક થતી હોય છે. અને ત્યારે જગ્યાના અભાવે નવી આવક પર રોક મુકવાની ફરજ પડતી હોય છે. ગત વર્ષે મણના માત્ર વધુમાં વધુ ભાવ 5200 રૂ. મણના મળ્યા હતા.
ગુજરાતમાં ખુબ જ ઓછી જગ્યાએ અજમાની હરાજી થાય છે. જેમાં જામનગરનુ હાપા માર્કેટીંગ યાર્જ મુખ્ય હોવાનુ માનવામા આવે છે. જામનગરમાં અજમાના વેપારીઓ અને નિકાસકારો મોટી સંખ્યામાં છે. તેમજ અન્ય સ્થળે અજમાની હરાજી નાના પાયે થતી હોય છે. પરંતુ જામનગરમાં ખેડુતોને પુરતા ભાવ મળતા હોવાથી અજમા માટે રાજયભરથી કે અન્ય રાજયમાંથી જામનગર આવે છે. તેમજ વેપારીઓ મોટા પાયા પર ખરીદી કરીને તેની નિકાસ પણ કરતા હોય છે.
જામનગરી અજમા કલર અને દાણા સારા ગુણવતા હોય છે. જેનુ કારણ અનુકુળ વાતાવરણ છે. અને મસાલા તરીકે અજમાનો ઉપયોગ થતો હોય છે. અને જેનો ઉપયોગ ઓછા પ્રમાણ હોય છે. પરંતુ સારી ગુણવતા માટે જામનગરી અજમાની માંગ રહે છે. આ વખતે કોરોના કારણે પણ અજમાનો ઉપયોગ વધ્યો હોવાથી તેની માંગ વધુ થઈ છે. અજમાને ઔષધી તરીકે પણ ઉપયોગ થતો હોય છે.
રાજયમાં અન્ય યાર્ડમાં અજમાની હરાજી ના થતા જામનગરમાં રાજયભર કે રાજયબહારથી ખેડૂતો મોટી સંખ્યામાં આવે છે. મોટી સંખ્યામાં આવતા ખેડુતો અને અજમાના જથ્થાના કારણે જામનગરથી અજમાની વધુ ખરીદી અને નિકાસ થાય છે. તેથી દેશભરમાં અજમા માટે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડને મુખ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ આનોખું આયોજનઃ ખોડલધામના વર્ચ્યુઅલ પાટોત્સવ માટે ગામેગામ 10 હજારથી વધુ LED સ્ક્રિન મુકાશે