ઊંઝા બજારમાં એક બોરી જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, ખેડૂતો પણ રહી ગયા દંગ

ઊંઝા બજારમાં એક બોરી જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, ખેડૂતો પણ રહી ગયા દંગ
Record break price of cumin was quoted in Unjha market

ઊંઝામાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 3150થી 3350 રૂપિયા છે. આ હરાજીમાં 11,111 ભાવનો વીડિયો પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા એક બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 19, 2022 | 6:24 PM

મહેસાણા : ઊંઝા (Unza)બજારમાં એક બોરી જીરુનો (Cumin)ભાવ રુ 11,111 બોલાતા આશ્ચર્ય સર્જાયું છે. આજે રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 11,111 રૂપિયા (Record break price)બોલાયો હતો. ફક્ત એક જ બોરી માટે 11,111 ભાવ બોલાયો હતો. નોંધનીય છેકે ઊંઝા એપીએમસીના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મોટો ભાવ બોલાયો હતો. ગોંડલથી આવેલા ખેડૂતની ફકત એક જ બોરીના ઊંચા ભાવ બોલાયા હતા. ઊંઝામાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 3150થી 3350 રૂપિયા છે. આ હરાજીમાં 11,111 ભાવનો વીડિયો પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા એક બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. નવી સીઝનનું એક જ બોરી જીરું આવેલ હોવાથી પણ ભાવ ઊંચો મળ્યો હોવાની વાત છે.

સમગ્ર વિશ્વમાં સ્પાઇસ સિટી તરીકે ઓળખાતા ઉંઝા ના જીરા બજારમાં આજે જીરાના આસમાને અડતા ભાવ ચર્ચાસ્પદ થયા છે. જોકે આ ભાવ ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઉંચા આવતા apmc ના ડિરેક્ટર એ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી ખેડૂતોને નહી ભરમાવા અપીલ કરી હતી.

મહેસાણા જિલ્લા ના વેપારી મથક અને વિશ્વભર માં જેનો જીરા બજારમાં ડંકો વાગે છે. એવા ઊંઝા માર્કેટયાર્ડના જીરા બજાર જીરાના ભાવથી ચર્ચાનો ભડકો થયો છે. ઊંઝા જીરા બજારમાં જીરાના ભાવ છેલ્લા કેટલાય સમયથી 20 કિલોના 3200 રૂપિયા ની આસપાસ રહેલા છે. અને આજે પણ 3100 થી 3300 રૂપિયા જીરાનો ભાવ નોંધાયો છે. પરંતુ આજે ઊંઝા માર્કેટયાર્ડમાં ગોંડલથી આવેલા ખેડૂતના જીરાની 20 કિલો બોરીનો ભાવ રેગ્યુલર ભાવ કરતા ત્રણ ગણો એટલે કે, 11,111 રૂપિયા નોંધાતા જીરા બજાર માં મામલો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

જીરા બજારમાં નવીન સીઝનના જીરાની આવકના પગલે તેજીથી જીરાની એક જ બોરી ના 11,111 રૂપિયા ભાવથી ક્ષણિક કૃત્રિમ તેજીએ સ્થાનિક વેપારીઓમાં ચર્ચા અને ઉત્સાહ જગાડ્યો છે. જોકે ઊંઝા માર્કેટયાર્ડ ડિરેક્ટરે પણ જીરાની ક્ષણિક તેજીને આર્ટિફિશિયલ તેજી અને ભાવ ગણાવતા જણાવ્યું હતું કે, હાલમાં આજના જીરાના ભાવ જોઈએ તો, રૂ.3150 થી રૂ.3350 છે. જેની સામે ગોંડલથી આવેલા ખેડૂતનુ જીરું માત્ર એક બોરી હતું . અને તે એક બોરી જીરું નવી સીઝનની આવકનું હતું. જેના ગોંડલમાં રૂ 7000 ભાવ આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે ઉંઝાના વેપારીઓ હરાજી સમયે આ જીરાની બોલી લગાવતા આર્ટ્રિફિશિયલ એટલે કે, કૃત્રિમ રીતે રૂ.11,111 સુધી ભાવ પહોંચ્યા હતા. જો કે માર્કેટમાં બીજા કોઈ પણ જીરાના ભાવમાં આટલો તફાવત જોવા નથી મળ્યો. જેથી બીજા ખેડૂતો કે વેપારીઓએ આટલા ઉંચા ભાવ જોઈને ભ્રમિત નહી થવા apmc ના ડિરેક્ટર એ અપીલ કરી હતી.

જીરુના ઉંચા ભાવ લાવવાનો કૃત્રિમ પ્રયાસ

એક ચર્ચા મુજબ કેટલાક વેપારીઓ જીરૂનો કૃત્રિમ રીતે ભાવ ઊંચો લાવવા આવું તરખટ કરતા હોય છે. પરંતુ આ રીતે કૃત્રિમ ભાવ વધારા ની વાત વહેતી થવાથી આખરે ખેડૂતો ભ્રમિત થઈને અહી જીરું વેચવા આવે છે. અને આખરે અહી ચાલતા રૂટિન ભાવમાં જ જીરું વેચવાનો વારો આવે છે. જેથી આ રીતે કૃત્રિમ તેજી લાવવાનો પ્રયાસ કે વિડિયો વાયરલ કરવો એ કેટલા અંશે યોગ્ય છે ! તે સવાલ પણ ઉભો થાય છે.

 

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું સંકટ, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના પુરસ્કાર કરતા સત્તાધીશોની કોટિ મોંઘી!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati