અમદાવાદ રિવરફ્રન્ટ પર નવા નજરાણા જોવા મળશે, આગામી 100 દિવસમાં સુવિધાઓ ઊભી કરાશે
અમદાવાદ રિવફ્રન્ટ પર ખુલ્લું જીમ બનાવમાં આવશે.આ જીમ અમદાવાદ રિવફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં અને બાળકોના રમવાના મેદાનમાં વિવિધ સાધનો મૂકવામાં આવશે. રિવરફ્રન્ટ પર 6000 સ્ટેપ ચાલવામાં આવે તેવી રીતે વોક વે પણ બનાવમાં આવશે.
આગામી દિવસોમાં અમદાવાદ (Ahmedabad) રિવરફ્રન્ટ (riverfront) પર નાવા નજરાણા જોવા મળશે. મુલાકાતીઓ માટે નવી કેટલીક સુવિધાઓ (facilities) ઉભી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને અમદાવાદની શહેરની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ને ઓપન જીમ, વોક વે ઉભા કરવામાં આવશે. રિવરફ્રન્ટ અંગેના વિવિધ આકર્ષણો અંગે માહિતી આપતાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ રિવફ્રન્ટ પર ખુલ્લું જીમ બનાવમાં આવશે.આ જીમ અમદાવાદ રિવફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં અને બાળકોના રમવાના મેદાનમાં વિવિધ સાધનો મૂકવામાં આવશે. રિવરફ્રન્ટ પર 6000 સ્ટેપ ચાલવામાં આવે તેવી રીતે વોક વે પણ બનાવમાં આવશે.
1 મેથી રિવરફ્રન્ટ પર હાલ બે જગ્યા પર ફ્રીમાં યોગા ક્લાસ શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર આર્મીના ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તે માટે વિનંતી પણ કરવામાં આવી છે. જે હવે આગામી સમયમાં આર્મીના ઇવેન્ટ પણ અહીંયા કરવામાં આવશે સાથે સાથે NCC ના વિવિધ ટ્રેનિંગ પણ અહીંયા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં આર્મીમાં વધુમાં વધુ યુવાનો જોડાય તેમજ સરહદ પર વપરાતા આધુનિક હથિયાર અને સાધનો વિશે તેઓ માહિતગાર થાય તે ઉદ્દેશ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર નો યોર આર્મી નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ રિવરફ્રન્ટને ધમધમતો કરવાના વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે.
રિવફ્રન્ટ ફેઝ 2 કામ ચાલી રહ્યું છે. જેમાં આ ફેઝમાં રસ્તા પરથી શહેરીજનો સાબરમતી નદીની પાણી નિહાળી શકે તેવો રિવરફ્રન્ટ બનાવમાં આવશે. સાથે સાથે પૂર્વ વિસ્તારમાં હેરિટેજ ગાર્ડન બનાવમાં આવશે. જેમાં વોકિંગ ટ્રેક અને રાત્રિ સમય અલગ અલગ પ્રકારના લાઈટિંગ પણ નિહાળી શકાશે. અમદાવાદ શહેરમાં થોડાક સમય પહેલા જ 3 લાખ ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને હવે આગામી સમય વધુ 3 લાખ વૃક્ષો વાવીને રિવરફ્રન્ટ વધુ હરિયાળું બનાવમાં આવશે. હેરિટેજ પાર્ક પણ બનવામાં આવશે. આગામી 100 દિવસમાં આ સુવિધા ઊભી કરવામાં આવે તેવા પ્રયાસ થશે.
આ પણ વાંચોઃ Valsad : વાપીમાં બે કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી