Vadodara : વેપારીઓની ફરજિયાત રસીકરણની તારીખ લંબાવવા માંગ, હજુ અનેક વેપારીઓ રસીથી વંચિત 

Vadodara : વેપારીઓની ફરજિયાત રસીકરણની તારીખ લંબાવવા માંગ, હજુ અનેક વેપારીઓ રસીથી વંચિત 

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 8:57 PM

જો કે આ દરમ્યાન 15 ઓગષ્ટ રસી લેવાની આખરી તારીખ છે ત્યારે વડોદરા શહેરમાં અનેક વેપારીઓ હજુ પણ રસીકરણ કરાવી શકયા નથી. જેના પગલે વેપારીઓએ ફરજિયાત રસીકરણની તારીખ વધુ લંબાવવાની માંગ કરી છે.

ગુજરાતના કોરોના કેસ ઘટી રહ્યાં છે ત્યારે સરકારે કોરોના વેકસીનેશનનું અભિયાન પણ તેજ કર્યું છે. જો કે આ દરમ્યાન સરકારે તમામ વેપારીઓ અને ખાનગી ઓફિસના કર્મચારીઓને 15 ઓગષ્ટ સુધી ફરજીયાત વેક્સિન લેવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. તેમજ તેની બાદ જો વેપારીએ વેક્સિન નહિ લીધી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો કે આ દરમ્યાન 15 ઓગષ્ટ રસી લેવાની આખરી તારીખ છે ત્યારે વડોદરા શહેરમાં અનેક વેપારીઓ હજુ પણ રસીકરણ કરાવી શકયા નથી. જેના પગલે વેપારીઓએ ફરજિયાત રસીકરણની તારીખ વધુ લંબાવવાની માંગ કરી છે. જેમાં વેપારીઓની દલીલ છે કે રસીના ઓછા જથ્થાના પગલે અનેક સ્થળોએ હજુ રસી પહોંચી નથી. તેમજ રસી ઉપલબ્ધ ન હોવાને કારણે તેવો રસી લઇ શક્યા નથી.

ઉલ્લેખનીય છે આ અગાઉ સરકારે વેપારીઓ માટે ફરજિયાત રસીકરણ  તારીખ 31 જુલાઇ સુધી લંબાવી  હતી અને ત્યાર બાદ આ તારીખ 15 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે.

ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 5.97 લાખ લોકોનું રસીકરણ થયું છે.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 72 હજાર 776 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં 58 હજાર 108 લોકોને રસી અપાઇ.આ તરફ વડોદરામાં 24 હજાર 825 અને રાજકોટમાં 24 હજાર 759 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 91 લાખ 88 હજાર લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચો : TECHNOLOGY : Gmail પર આ 7 સ્ટેપથી કરો ડેસ્કટોપ બ્રાઉઝર અને મોબાઈલ એપ પર ઇમેઇલ શેડ્યૂલ

આ પણ વાંચો : Health Tips : જામફળ ક્યારે અને કોણે ન ખાવું જોઈએ તે જાણો

 

Published on: Aug 14, 2021 05:01 PM
g clip-path="url(#clip0_868_265)">