TECHNOLOGY : Gmail પર આ 7 સ્ટેપથી કરો ડેસ્કટોપ બ્રાઉઝર અને મોબાઈલ એપ પર ઇમેઇલ શેડ્યૂલ
Gmailનુ આ ફીચર વિવિધ પરિસ્થિતિઓમાં ઉપયોગી બની શકે છે અને માત્ર સેન્ડર જ જાણશે કે ઇમેઇલ શેડ્યૂલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, Gmail પર ઇમેઇલનું શેડ્યૂલિંગ કરવું એકદમ સરળ છે.
ગૂગલનુ ઇમેઇલ શેડ્યૂલિંગ ફીચર તમને ઇમેઇલ(email) તૈયાર કરવાની અને ભવિષ્યની કોઈપણ તારીખ અને તમારી પસંદગીના સમયે ઈમેલ(email) મોકલવાની મંજૂરી આપે છે. એપ્રિલ 2019માં ગૂગલ દ્વારા આ ફીચર Gmailમાં શરુ કરવામાં આવ્યું હતું. Gmail પર ઇમેઇલ(email) શેડ્યૂલિંગ મોબાઇલ એપ્લિકેશન અને ડેસ્કટોપ બ્રાઉઝર(desktop browser) બંને પર ઉપલબ્ધ છે. તે તમને પ્રી ફિક્સ ડેટ એન્ડ ટાઈમ પસંદ કરવાનો અથવા કસ્ટમ ટાઈમ એન્ટર કરવાનો ઓપ્શન આપે છે. જેથી તમે જે સમયે રીસીવરને તમારો મેઇલ સેન્ડ કરવા માંગો છો. તે સેટ કરી શકો છો.
Gmailનુ આ ફીચર વિવિધ પરિસ્થિતિઓમાં ઉપયોગી બની શકે છે અને માત્ર સેન્ડર જ જાણશે કે ઇમેઇલ શેડ્યૂલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, Gmail પર ઇમેઇલનું શેડ્યૂલિંગ કરવું એકદમ સરળ છે.તમે ડેસ્કટોપ બ્રાઉઝર(desktop browser) તેમજ મોબાઇલ એપ દ્વારા Gmail પર ઇમેઇલ્સ કેવી રીતે સરળતાથી શેડ્યૂલ કરી શકાય તે જાણવા માટે અહીં વાંચો .
જાણો 7 સ્ટેપમાં ડેસ્કટોપ બ્રાઉઝર પર Gmail દ્વારા ઇમેઇલ કેવી રીતે શેડ્યુલ કરવું ?
1. Gmail.com પર જાઓ અને જો તમે પહેલાથી લોગ ઇન ન હોય તો તમારા Google એકાઉન્ટથી લોગ ઇન કરો. 2. કંપોઝ પર ક્લિક કરો અને રીસીવરના ઇમેઇલ આઇડી સાથે તમારો મેઇલ કંપોઝ કરો. 3. હવે સેન્ડ પર ક્લિક કરવાને બદલે સેન્ડ બટનની બાજુમાં નાના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો અને શેડ્યુલ સેન્ડ સિલેક્ટ કરો. 4. તમને આગામી કેટલાક દિવસો માટે કેટલાક પ્રી-સેટ ઓપ્શન બતાવવામાં આવશે. જો તેમાંથી કોઈ ઓપ્શન અનુકૂળ હોય, તો ફક્ત તેના પર ક્લિક કરો એટલે ઇમેઇલ શેડ્યુલ થઈ જશે. 5. જો તમે ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરવા માંગતા હો, તો ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરો ક્લિક કરો. 6. તમને એક કેલેન્ડર દેખાશે જ્યાં તમે મેલ શેડ્યૂલ કરવા માંગતા હો તે ડેટ સિલેક્ટ કરી શકો છો. સાથે મેન્યુઅલી ટાઇમ વિથ ટેક્સ્ટ ફીલ્ડમાં ડેટ ટાઈપ કરી શકો છો. 7. હવે શેડ્યુલ સેન્ડ પર ક્લિક કરો અને તમારું ઇમેઇલ તે ડેટ એન્ડ ટાઈમ માટે શેડ્યુલ થઈ જશે.
જાણો 7 સ્ટેપમાં મોબાઇલ એપ દ્વારા Gmail પર ઇમેઇલ કેવી રીતે શેડ્યુલ કરવું ?
1. તમારા Android અથવા iOS ડિવાઈસ પર Gmail એપ્લિકેશન ઓપન કરો. 2.કંપોઝ પર ક્લિક કરો અને રીસીવરના ઇમેઇલ આઇડી સાથે તમારો મેઇલ કંપોઝ કરો. 3.ઉપર જમણી બાજુએ થ્રી ડોટ મેનૂ પર ક્લિક કરો અને શેડ્યૂલ સેન્ડ પર ટેપ કરો. 4.હવે ડેટ એન્ડ ટાઈમ માટે કેટલાક પ્રી-સેટ ઓપ્શન બતાવવામાં આવશે. તે મેન્યુઅલી એન્ટર કરવા,પીક ડેટ એન્ડ ટાઈમ પર ક્લીક કરો. 5.તમે ઇચ્છો તે ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરો અને શેડ્યૂલ સેન્ડ પર ક્લિક કરો. 6.Gmail પર શેડ્યૂલ મેઇલ નેવિગેશન પેનલમાં “શેડ્યૂલ” કેટેગરીમાં મોકલવામાં આવે છે. 7.એક સમયે 100 મેઇલ શેડ્યૂલ થઈ શકે છે અને તે ઓટોમેટીક સેન્ડ થાય તે પહેલાં તમે તેને કોઈપણ સમયે એડીટ કરી શકો છો.