AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cattle Menace Continues: વડોદરામાં રખડતા ઢોરોએ હદ પાર કરી, સતત ત્રીજા દિવસે હુમલો કર્યાની વધુ એક ઘટના, માસુમ બાળકીને ઉછાળીને ફેંકી દીધી

વડોદરા (Vadodara) શહેરમાં રખડતા ઢોરનો (Stray cattle) આતંક સમય જતા વધતો જઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે રખડતા ઢોરના કારણે એક બાળકી ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.

Cattle Menace Continues: વડોદરામાં રખડતા ઢોરોએ હદ પાર કરી, સતત ત્રીજા દિવસે હુમલો કર્યાની વધુ એક ઘટના, માસુમ બાળકીને ઉછાળીને ફેંકી દીધી
Cattle Menace continues
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 2:53 PM
Share

વડોદરામાં (Vadodara) રખડતા ઢોરોએ (Stray cattle) હવે રીતસરનો આતંક મચાવવાનું શરુ કરી દીધુ છે. રખડતા ઢોરોને કારણે અગાઉ અનેક અકસ્માત (Accident) થયા છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક વિદ્યાર્થીએ તો તેની આંખ પણ ગુમાવવી પડી છે. એ પછી પણ અનેક લોકો ઢોરની અડફેટે ઇજાગ્રસ્ત થયા છે, આમ છતા હજુ પણ તંત્રના પેટનું પાણી જાણે હજુ પણ હલતુ નથી. આ અઠવાડિયામાં વધુ બે રખડતા ઢોરની અડફેટે આવવાની ઘટનાઓ બની છે. જેમાં એક યુવક અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા છે.

કોયલી ગામ પાસે બાળકી ઇજાગ્રસ્ત

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આતંક સમય જતા વધતો જઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે રખડતા ઢોરના કારણે એક બાળકી ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે અને બપોરે પણ રખડતા ઢોરના કારણે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આજની વાત કરીએ તો વડોદરાના કોયલી ગામ પાસે ગાયે બાળકીને અડફેટે લીધી હતી. જેમાં 9 વર્ષની બાળકીને ઇજા પહોંચી છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને આંખના ભાગે આવ્યા 6થી 7 ટાંકા આવ્યા છે.

અલકાપુરીમાં યુવકને અડફેટે લીધો

વધુ એક ઘટના અલકાપુરી વિસ્તારની છે. જ્યાં એક ગાયે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી છે. તેને મોઢાના ભાગે 12 ટાંકા આવ્યા છે અને તે SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી પ્રમાણે, ટેટૂ બનાવવાનો વ્યવસાય કરતો હિરેન પરમાર નામનો યુવક સોમવારે રાત્રે 9થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર અચાનક દોડી આવેલી ગાયે એક્ટિવા સાથે તેને પછાડ્યો હતો. જેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એક તરફ સત્તાધીશો ઢોરમુક્ત વડોદરાના દાવા કરવામાં મસ્ત રહે છે. બીજી તરફ રોજેરોજ લોકો ઢોરના ત્રાસનો ભોગ બનતા રહે છે.

ગઇકાલે એટલે કે સોમવારે પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હતો ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના પરિવારે વીડિયો વાયરલ કરી રખડતા ઢોર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.

રવિવારે પણ વડોદરામાં સમા સાવલી રોડ પર રખડતા ઢોરે એક ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકને હાથ, પગ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. તો 12 મેના રોજ પણ વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવતા સમયે સોસાયટી પાસે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલની આંખમાં ગાયનું શીંગડું ખુંપી ગયું હતું અને તેણે હંમેશા માટે આંખ ગુમાવી દીધી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">