ભણતર પર મોંઘવારીનો ભાર ! નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સ્ટેશનરી ખર્ચમાં ધરખમ વધારો

|

Jun 13, 2022 | 8:36 AM

વિદ્યાર્થીઓને(Student)  તો નવા ધોરણમાં બધું જ નવું મળે એટલે ખુશી હોવાની જ પરંતુ વાલીઓને આ વખતે પોતાના બાળકોના અભ્યાસ માટે વધારે ખર્ચો કરવો પડશે

ભણતર પર મોંઘવારીનો ભાર ! નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સ્ટેશનરી ખર્ચમાં ધરખમ વધારો
Stationery price hike in vadodara

Follow us on

મોંઘવારીના(Inflation)  બોજમાં દબાતા વાલીઓ(Parents)એ વધુ એક બોજો સહન કરવાનો વારો આવ્યો છે.આજથી નવા સત્રની શરૂઆત માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયાર તો છે, પરંતુ આ વખતે સ્ટેશનરી (Stationery) અને પુસ્તકોમાં 15થી 20 ટકાનો વધારો થતા મધ્યમવર્ગની મુશ્કેલી વધી છે.

 સ્ટેશનરીના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો ઝીંકાયો

વિદ્યાર્થીઓને(Student)  તો નવા ધોરણમાં બધું જ નવું મળે એટલે ખુશી હોવાની જ પરંતુ વાલીઓને આ વખતે પોતાના બાળકોના અભ્યાસ માટે વધારે ખર્ચો કરવો પડશે.રશિયા- યુક્રેન વચ્ચેનું યુધ્ધ, જી.એસ.ટી.માં (GST) વધારો તથા પેટ્રોલ ડિઝલના વધતાં જતા ભાવને કારણે કાગળના ભાવમાં પણ વધારો થયો છે.જેની સીધી જ અસર પુસ્તકો પર પડી છે.વિદ્યાર્થીઓની ચોપડીઓ અને નોટબુકો સહિત સ્ટેશનરીના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો ઝીંકાયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વાલીઓ આ ભાવવધારા સામે નારાજગી વ્યક્ત કરે છે પરંતુ માલ સપ્લાય કરનારાએ જ ભાવ વધાર્યા છે, તેને પરિણામે દુકાનદારોએ પણ ભાવ વધારવો જ પડી રહ્યો છે.હાલ, જુનો સ્ટોક જેમની પાસે છે તે વેપારીઓ મોટાભાગે સ્ટીકર લગાડી ઉંચી કિંમત લેવાનું ટાળે છે અને જુના ઓછા ભાવે વસ્તુ વેચતા હોય છે પરંતુ, નવો માલ તેઓ પણ મોંઘો વેચશે.આમ વાલીઓ પાસે તો વધારો સહન કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.

Next Article