મોંઘવારી છતાં નાના પેકેટમાં વજનમાં ઘટાડો કે કિંમતમાં વધારો નહિ કરાય, જાણો FMCG કંપનીઓએ કેમ લીધો આ નિર્ણય?

V-Mart રિટેલના મેનેજિંગ ડિરેક્ટર લલિત અગ્રવાલના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો દર મહિને 25,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે. આ લોકો મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યા છે

મોંઘવારી છતાં નાના પેકેટમાં વજનમાં ઘટાડો કે કિંમતમાં વધારો નહિ કરાય, જાણો FMCG કંપનીઓએ કેમ લીધો આ નિર્ણય?
FMCGજી કંપનીઓને વેચાણમાં ઘટાડાનો ભય
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jun 08, 2022 | 7:32 AM

છેલ્લા ઘણા દિવસોથી તમે સતત મોંઘવારી(Inflation) સામે ઝઝૂમી રહ્યા હશો. આ હકીકત છે કે ઈંધણ, ખાદ્યપદાર્થોના ભાવે સામાન્ય માણસને ચિંતામાં ગરકાવી દીધો છે.જોકે આ વચ્ચે અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ… વાત એ છે કે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે – FMCG કંપનીઓ નાના પેકનું કદ ઘટાડશે નહીં. આનો અર્થ એ થાય છે કે તમને અત્યાર સુધી જેટલી સાઈઝ મળતી હતી તેટલી જ સાઈઝ મળશે હવે ચાલો આ બાબતને વિગતવાર સમજીએ… વાસ્તવમાં FMCG કંપનીઓ વેચાણને લઈને ચિંતા કરવા લાગી છે. આ જ કારણ છે કે વધતી કિંમત છતાં એન્ટ્રી લેવલની કિંમતો જાળવી રાખવા અને નાના પેકનું કદ ન ઘટાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વેચાણમાં ઘટાડાનો ભય

એક મીડિયા રિપોર્ટમાં બિસ્કિટ ઉત્પાદક પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે નાના પેકના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં કારણ કે તે વોલ્યુમ પર પ્રતિકૂળ અસર કરશે તે પણ ખાસ કરીને જ્યારે વેચાણ ઘટવાના સંકેતો દર્શાવે છે.

FMCG વેચાણમાં એન્ટ્રી લેવલ અને નાના પેકનો હિસ્સો 55% સુધી છે. આમાં બ્રિટાનિયા અને પારલે રૂ. 2, 5 અને રૂ. 10 જેવા ઓછી કિંમતના પેકમાં વેચાણમાં 50-55% હિસ્સો ધરાવે છે. પર્સનલ કેર પ્રોડક્ટના ઉત્પાદક ઈમામી 23-24% નાના પેક વેચે છે. કંપનીના વાઈસ-ચેરમેન મોહન ગોએન્કાએ જણાવ્યું હતું કે જ્યારે મોંઘવારીના કારણે નીચા યુનિટ પ્રાઈસ પેકના વેચાણમાં કોઈ ખાસ વૃદ્ધિ નથી. કંપની કિંમતો વધારશે નહીં કે વજન ઘટાડશે નહીં.

ક્યાં અસર પડશે?

V-Mart રિટેલના મેનેજિંગ ડિરેક્ટર લલિત અગ્રવાલના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો દર મહિને 25,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે. આ લોકો મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યા છે જેના કારણે તેમને એક મહિનામાં 2,000-3,000 રૂપિયાનો વધુ ફટકો પડ્યો છે. વી-માર્ટ રિટેલના અગ્રવાલે જણાવ્યું હતું કે “જે શહેરોમાં જીડીપી માથાદીઠ આવક ઓછી છે ત્યાં તેની અસર વધુ જોવા મળે છે.

હવે આંકડાની વાત કરીએ તો ભારતની છૂટક મોંઘવારી એપ્રિલમાં 7.79% ની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી જેના કારણે કિંમતોમાં વધારો થયો હતો. આવી સ્થિતિમાં FMCG કંપનીઓ નાના પેકની કિંમતમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીઓનું ફોક્સ પાંચ રૂપિયાથી વધુ 10 રૂપિયાના નાના પેક પર વધુ હોય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati