વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે થઇ મુલાકાત, જુઓ Video

વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બંને વચ્ચે મુલાકાત થઇ.

વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે થઇ મુલાકાત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2024 | 2:47 PM

વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બંને વચ્ચે મુલાકાત થઇ. સાથે જ બંને નેતાઓએ સાથે લંચ પણ કર્યુ.

બંને નેતાઓએ દરબાર હોલની મુલાકાત લીધી

વડોદરાની મુલાકાતે આવેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને PM મોદીએ દરબાર હોલની વિઝીટ લીધી. હોલમાં જ બંને દેશના વડાપ્રધાન વચ્ચે વ્યાપાર અંગે MOU થયા. દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત અને સ્પેન વચ્ચે અર્થતંત્ર, સંરક્ષણ, ફાર્મા, આઈટી, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં સહયોગ છે અને અમે બંને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સહયોગ પર ભાર આપીએ છીએ.

શહેર ભવ્યાતિભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું

બંને દેશના વડાપ્રધાનને આવકારવા માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર શહેરને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે. બંનેના સ્વાગતને લઇને સમગ્ર શહેર ભવ્યાતિભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેથી બરોડીયન્સ માટે તો 5 દિવસ પહેલાં દિવાળી હોય તેવો માહોલ જામ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને ટાટા એરક્રાફ્ટના યુનિટ સ્થળ સુધીના માર્ગ તેમજ તમામ સર્કલોને અત્યાધુનિક ટેક્નોલોજીવાળી ભવ્યાતિભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝે એરપોર્ટથી ખુલ્લી જીપમાં મેગા રોડ શો યોજ્યો. ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ભવ્ય રોડ-શો યોજ્યો. રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડેલુ જોવા મળ્યુ હતુ.

જે પછી પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું. હવે વડોદરામાં એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ થશે. જેમાં 56 પૈકી 16 એરક્રાફ્ટ સ્પેનથી રેડી આવશે. 16 એરક્રાફ્ટ ઓગસ્ટ 2025 સુધીમાં મળી જશે. ટાટાના પ્લાન્ટમાંથી 14 હજારથી વધુ સ્વદેશી પાર્ટનું ઉત્પાદન કરાશે. એરક્રાફ્ટના અંતિમ એસેમ્બ્લિંગ માટે વડોદરા લવાશે. 40 પ્લેનની ડિલિવરી 2026ના સપ્ટેમ્બરથી 2031 દરમિયાન મળશે.

g clip-path="url(#clip0_868_265)">