vadodra: એન્જિનિયર યુવતીના જીવનનો સૂર્ય આથમ્યો, પરંતુ અંગદાન દ્વારા બીજા 5ના જીવનમાં પાથર્યો ઉજાસ

|

Jun 08, 2022 | 9:56 AM

વડોદરાની કોમલ પટેલ નામની યુવતી બ્રેઇન ડેડ જાહેર થતા તેના હૃદય, લીવર, કિડની, આંખો અને વાળના દાન (Organ Donation) કરવાતી અન્ય 5 દર્દીઓને નવજીવન મળ્યું હતું.

vadodra: એન્જિનિયર યુવતીના જીવનનો સૂર્ય આથમ્યો, પરંતુ અંગદાન દ્વારા બીજા 5ના જીવનમાં પાથર્યો ઉજાસ
Organ donation from a young engineer Lady after death

Follow us on

વડોદરાની(Vadodara) 24 વર્ષીય યુવતી કોમલ પટેલ કેદારનાથના દર્શન કરીને પરત આવી હતી. ત્યાર બાદ તેને ગંભીર રીતે માથાનો દુખાવો થતા સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબોએ યુવતીને બ્રેઇનડેડ જાહેર (Brain dead)કરતા પરિવારની સંમત્તિ બાદ તેના હદય, લીવર, કિડની, આંખો અને વાળનું જરૂરિયાતમંદ દર્દીઓને દાન (Organ Donation)કરવામાં આવ્યું હતું.

કેદારનાથના દર્શન કરીને પરત આવેલી કોમલ પટેલને ઘરે આવ્યા બાદ માથાનો દુખાવો ઉપડ્યો હતો, તેમજ અચનાક આંચકીઓ આવવા લાગી હતી, આથી તેને જેથી તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં પણ સુધારો ન થતા તેને વધુસારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં કોમલને સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું. જો કે સ્થિતિ ઝડપથી બગડતા તેમને વેન્ટિલેટરી સપોર્ટ પર મૂકવામાં આવી. જોકે તેમની પરિસ્થિતિમાં સુધારો ન થતા બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. આથી હોસ્પિટલના તબીબોએ કોમલના પરિવારજનોને અંગદાન માટે પૂરતી સમજણ આપી હતી. આથી પરિવારજનો એ બબાતે સમત થયા હતા તેઓએ ભલે દીકરી ગુમાવી પરંતુ કોમલ તેના અંગો દ્વારા બીજાના શરીરમાં જીવતી રહેશે.

કોમલના નાના ભાઈએ પણ પરિવારજનોને આ અંગે સમજાવ્યા હતા ત્યાર બાદ પરિવાર સંમત થતા અંગદાનની તમામ ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ તેમજ મુંબઇનીસખઆનગી હોસ્પિટલના નિષ્ણાત સર્જનો દ્વારા 24 કલાકમાં કોમલના અંગોને બીજા જરૂરિયાતમંદ દર્દીના અંગમાં પુનનસ્થાપિતકરવામાં આવ્યા હતા. આ માટે વહીવટીતંત્ર દ્વારા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કોમલ પટેલે જણાવ્યું હતું. દર્દીના વાળનું દાન કરવાથી કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ મળ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કોમલના ભાઇ વિશાલ પટેલે કહ્યું હતું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ બહેન કોમલ પટેલે ખૂબ માથું દુ:ખતું હોવાની તથા અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી. અને ત્યારબાદ તેને  તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં  લઈ ગયા હતા.  જોકે ત્યાં પણ તેમની સ્થિતિ સતત બગડી રહી હતી અને સતત સારવાર આપવા છતાં  પણ  કોમલ બચી શકી ન હતી  ત્યારબાદ અમે તેમનું અંગદાન કરીને જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપવાનું નક્કી કર્યું હતું.

Published On - 8:35 am, Wed, 8 June 22

Next Article