Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી
તબીબોના અનેક પ્રયાસો બાદ પણ યશ ભાનમાં આવ્યો નહતો. જેથી છેવટે તેના જીવવાની આશા ભાંગી પડી હતી.આથી હરિયા હોસ્પિટલના મુખ્ય તબીબે યશના પરિવારજનો જોડે ઓર્ગન ડોનેટ (organ donation) કરવા વિષે વાત કરી હતી.
મૃત્યુ બાદ જીવન આમ તો અસંભવ છે, પરંતુ વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના એક પરિવારએ પોતાના દીકરાને મોત (death) બાદ પણ જીવંત રાખ્યો છે. વાત એમ છે કે મૂળ ઉત્તરપ્રદેશના અને વર્ષોથી ઉમરગામ સ્થાઈ થયેલા યશ વર્મા નામનો યુવાન મહારાષ્ટ્રના બોરડી ખાતે પોતાની દુકાન વધાવીને ઘરે પરત થઈ રહ્યો હતો. એ દરમિયાન ઉમરગામ કોસ્ટલ હાઇવે ઉપર તેને અકસ્માત નડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યશને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું બ્રેન ડેડ થઇ ગયું હતું.
તબીબોના અનેક પ્રયાસો બાદ પણ યશ ભાનમાં આવ્યો નહતો. જેથી છેવટે તેના જીવવાની આશા ભાંગી પડી હતી.આથી હરિયા હોસ્પિટલના મુખ્ય તબીબે યશના પરિવારજનો જોડે ઓર્ગન ડોનેટ (organ donation) કરવા વિષે વાત કરી હતી અને તેના પરિવારજનો પણ માની ગયા કે તેમના દીકરાના અંગોથી કોઈને જિંદગી મળી શકશે અને કોઈ વ્યક્તિમાં તેમનો દીકરો જીવંત રેહશે.
અંગદાન માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આજે ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ગ્રીન કોરીડોર બનાવીને યશની બન્ને કીડની અને લીવર અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. પોતાના નાનકડા બાળકો છે અને પરિવારને નાની ઉમરમાં અલવિદા કરી ગયેલા યશની ખોટ તો પરિવારમાં કોઈ પૂર્ણ કરી શકશે નહિ. યશના પરિવારને ખુબ મોટો આઘાત લાગ્યો છે અને નાનપણથી પરિશ્રમ કરી સારા વ્યવસાય સુધી પહોંચનારા યશની વિદાયથી પરિવાર દુઃખના સમુંદરમાં ગરકાવ થઇ ગયો છે. પરંતુ તેના પરિવારને ખુશી છે કે મૃત્યુ બાદ પણ યશના અંગથી અન્ય કોઈને જીવન મળશે અને તેમનો વ્હાલો કોઈના શરીરમાં જીવંત રહેશે.
બસ પરિવારજનોની માંગ છે કે તેના ઓર્ગન કોને ડોનેટ કરવાના છે તેની તેમણે જાણ થાય અને એ વ્યક્તિને તેઓ મળી શકે. આમ દુનિયાના અલવિદા કરનારા યશએ ૩ લોકોને જિંદગી આપી છે.
આ પણ વાંચોઃ રેલવે મુસાફરો ધ્યાન રાખે, સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર 2 મે સુધી ખોરવાયેલો રહેશે