Lok Sabha election 2024: પાટણ ભાજપમાં ચાલી રહેલા આંતરવિગ્રહને ઠારવા ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડોદરામાં કાર્યકર્તાઓના લીધા કલાસ

પાટણમાં ચાલી રહેલા આંતરવિગ્રહને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડાએ આગેવાનોના ક્લાસ લીધા. લોકસભાના 54 આગેવાનોના ક્લાસમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Lok Sabha election 2024: પાટણ ભાજપમાં ચાલી રહેલા આંતરવિગ્રહને ઠારવા ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડોદરામાં કાર્યકર્તાઓના લીધા કલાસ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 10, 2023 | 11:35 PM

2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha election 2024) ગુજરાતની તમામ 26 બેઠકો જંગી માર્જિન સાથે જીતવાના વિશેષ અભિયાનના શ્રીગણેશ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્ય ગુજરાતથી કરી દીધા છે. આમ તો મોદી શાસનના નવ વર્ષની યશગાથા લોકો સુધી પહોંચાડવાના ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ ખાતે જનસભા અને વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન સાથે વડોદરાના શ્રેષ્ઠીઓ સાથે સંવાદનું આયોજન કર્યું હતું, પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય 2024 ની લોકસભાનો ચૂંટણી જંગ જંગી બેઠકો અને જંગી માર્જિન થી જીતવાના અભિયાનને ગતિ આપવાનો હતો.

જો પંચમહાલની સભા અને વડોદરા ના બે અગાઉ થી જાહેર કાર્યક્રમો કાર્યકર્તા સંવાદ, અને પ્રબુદ્ધ નાગરિક સંવાદ સુધી જેપી નડ્ડાનો પ્રવાસ સીમિત હોત તો મોદી શાસનના 9 વર્ષની ઉજવણીની શૃંખલાના ભાગ રૂપેજ નડ્ડાનો પ્રવાસ કહેવાતો, પરંતુ વડોદરા ખાતે પાટણ લોકસભાના હોદ્દેદારો સાથે બંધ બારણે વિશેષ બેઠક કરી હતી.

પાટણ લોકસભા મતવિસ્તાર અને પાટણ ભાજપમાં ચાલી રહેલ આંતર કલહ ઠારવા ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડડાંએ વિશેષ બેઠક કરી 54 અગ્રણી હોદ્દેદારો અને નેતાઓનો કલાસ લીધો તે પરથી સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાત એ ભાજપનો ગઢ હોવા છતાં ભાજપ નું રાષ્ટ્રીય નેતૃત્વ આગામી લોકસભાની ચૂંટણીઓ માં ગુજરાતને જરા પણ અતિવિશ્વાસ માં હળવાશ થી લેવા નથી માંગતું. જેપી નડ્ડાનો આજનો પ્રવાસ માત્ર મોદી શાસનના 9 વર્ષની યશ ગાથા વર્ણવા માટે નહિ પરંતુ આગામી 2024ની તૈયારીઓના શંખનાદનો પણ છે. તે સ્પષ્ટ થઈ ગયું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાટણ લોકસભા મત વિસ્તારમાં ભાજપ 4 વિધાનસભા બેઠક હારતા મોવડી મંડળ ગંભીર

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ માં ભાજપે 156 બેઠકો મેળવી પરંતુ પાટણ લોકસભા બેઠક ની 7 બેઠકો પૈકી 4 બેઠકો હારી છે માત્ર ત્રણ બેઠકો જીતી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હોમ ગ્રાઉન્ડ ગણાતા પાટણ લોકસભા મતવિસ્તાર માં ભાજપના થયેલા રકાસને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગંભીરતા થી લેવામાં આવ્યું અને આ રકાસ પાછળના કારણોનું પોસ્ટમોર્ટમ કરાયું તો સામે આવ્યું કે પાટણ માં જૂથવાદ ચરમસીમાએ છે.

વર્તમાન સાંસદના વારંવારના બફાટ, પોતાના સાગા પુત્રને વિધાનસભાની ચૂંટણી માટે ટીકીટ આપવા હટાગ્રહ, સાંસદની નિષ્ક્રિયતા જેવા મુદ્દાઓ ને લઈ ભાજપનો રકાસ થયો હોવાનું સામે આવ્યું હતું અને એટલેજ પ્રદેશ નેતૃત્વ દ્વારા પાટણના જવાબદારોને રાષ્ટ્રીય અધ્યક્ષના કલાસ રૂમમાં ગોઠવી દેવામાં આવ્યા.

કોઈ પણ ભોગે વડોદરાની બેઠકમાં હાજર રહેવા પાટણના 54 નેતાઓને હતો આદેશ

વિધાનસભા ચૂંટણીમાં પાટણમાં ભાજપની પડતી માટે સીધી કે આડકતરી રીતે જવાબદાર 54 જેટલા નેતાઓને કોઈ પણ ભોગે આજે વડોદરા ઉપસ્થિત રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો અને ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ માટે જવાબ મંગવામાં આવ્યો તથા આગામી લોકસભાની ચૂંટણી માં વિધાનસભાની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી.

સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા

પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલના કોન્ફરન્સ રૂમમાં બંધ બારણે અપેક્ષિત કાર્યકર્તા અને નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા, બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં જેપી નડ્ડાએ ખુબજ ગંભીરતા પૂર્વક કલાસ લીધો હોવાનું પ્રદેશ ભાજપના સૂત્રો કહી રહ્યા છે .

પાટણ ભાજપની ભાંજગડ બંધ બારણે જ દબાયેલી રહે તે માટે ખાસ જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ બેઠક પુરી થયા બાદ બહાર આવેલા પાટણ ભાજપના નેતાઓના ચહેરા આપો આપ અંદરની પરિસ્થિતિ અને તેઓના હાલ છતા કરી દેતા હતા.

સાંસદ ભરત ડાભી એ શું કહ્યું?

સૌથી વધુ મુરઝાયેલો ચહેરો સાંસદ ભરતસિંહ ડાભીનો હતો જોકે મીડિયા એ તેઓની પ્રતિકીર્ય માંગી તો તેઓએ જણાવ્યું કે જેપી નડડાએ લોકસભા જીતવા માટે ટિપ્સ આપી, કાર્યકર્તા એ સક્રિય થઈ છેવાડાના મતદાર સુધી મુલાકાત કરી ભાજપ ને વિજય અપાવવા માર્ગદર્શન આપ્યું, વિધાનસભા ની ચૂંટણી થઈ તેમાં 4 સીટો અમે હાર્યા છે, 3 બેઠકો જીત્યા છે પરંતુ દેશ ના વડાપ્રધાન ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાના વતની છે, એટલે દરેક મતદાર ઇચ્છતો હોય કે ગુજરાત નો વડાપ્રધાન બને એટલે હું માનું છું કે પાટણ પણ ગુજરાતના વડાપ્રધાન બનાવવા કચકચાઈને મતદાન કરી ભાજપ ને જીતાડશે,જોકે પત્રકારો ના વધુ પ્રશ્નોના જવાબો આપવાનું ટાળી ભરત ડાભી એ ચાલતી પકડી હતી.

આ પણ વાંચો : આખરે ઘી ના ઠામમાં ઘી ઢળ્યુ, બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે ફરી એકવાર જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી

પ્રવાસી લોકસભા યોજના અંતર્ગત પાટણની બેઠક પસંદ કરવામાં આવી- રજની પટેલ

પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રવાસી લોકસભા અંતર્ગત 5 લોકસભા બેઠકોની પસંદગી કરવામાં આવી છે તે પૈકી પાટણ લોકસભાની બેઠક છે, આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આ વિસ્તારમાં જનસભા માટે આવ્યા ત્યારે પાટણ લોકસભાના કાર્યકર્તાઓ સાથે મળવાનું થાય તે હેતુથી આ બેઠક અહીં રાખવામાં આવી હતી. મહત્વનુ છે કે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આગામી સમયમાં લોકસભામાં નીચે સુધી જઈ ને કઇ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન જેપી નડ્ડાએ આપ્યું હતું.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">