AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળની ઘટના બાદ દેશભરના ઈન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર, વડોદરામાં કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ, જુઓ-Video

ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તે બાદ તેની હત્યાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. કોલકાતાના આ કેસના પડઘા દેશભરમાં પડ્યા છે. ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાતા ડોક્ટરો પણ "NO SAFTY NO DUTY" ના સ્લોગન સાથે કેન્ડલ માર્ચ કરી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 1:35 PM
Share

પશ્ચિમ બંગાળમાં મહિલા ઇન્ટર્ન ડોકટર પર દુષ્કર્મ નો કેસ મામલે દેશભરના ઈન્ટર્ન ડોક્ટર્સ રસ્તા પર ઉતરી ગયા છે. કોલકાતાની RG કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 8મી ઓગસ્ટની મોડી રાત્રે એક ટ્રેની ડૉક્ટરની અર્ધ-નગ્ન શરીર સાથે લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને આજે દેશભરના ટ્રેની અને ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે વડોદરામાં પણ ઈન્ટર્ન ડોક્ટરો પણ હડતાલ પર ઉતર્યા છે અને કેન્ડલ માર્ચ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે. વડોદરામાં રેસિડેન્ટ્સ ડોક્ટરે તેમની સલામતીની માગ કરી છે અને સલામતી રહેલા લુપ હોલ્સ હટાવવાની રજૂઆત કરી છે. આજે મોટી સંખ્યામાં એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ્સે તેમની ડ્યુટીથી અળગા રહી શહેરના વિવિધ માર્ગો પર કેન્ડલ માર્ચ આયોજિત કરી હતી. જેમા હજારોની સંખ્યામાં રેસિડેન્ટ્સ જોડાયા હતા.  કેન્ડલ માર્ચ ફોર જસ્ટિસના બેનર તળે આ માર્ચ નીકળી હતી અને કોલકાતામાં સેકન્ડ યર રેસિડેન્ટ મહિલા તબીબની  રેપ બાદ થયેલી હત્યા માટે ન્યાયની માગ કરવામાં આવી છે.

દેશભરમાં ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર

ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તે બાદ તેની હત્યાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. કોલકાતાના આ કેસના પડઘા દેશભરમાં પડ્યા છે. ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાતા ડોક્ટરો પણ “NO SAFTY NO DUTY” ના સ્લોગન સાથે કેન્ડલ માર્ચ કરી હતી સાથે મૃત્યુ પામેલ ટ્રેની ડૉક્ટરમાટે ન્યાયની માંગણી કરતા વિરોધ નોંઘાવ્યો છે.

સેફ્ટીની માંગ

દેશભરના રેસિડેન્ટ્સ ડૉક્ટર્સે આજે તેમની ફરજ પરથી અળગા રહી એક દિવસની હડતાળ પર ગયા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. રેગ્યુલર તબીબની જેમ જ તેમને સલામતી મળવી જોઈએ.  અવારનવાર તબીબ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે દેશભરના તબીબોની એકસૂરમાં એક જ માગ છે કે તેમને સલામતી મળવી જોઈએ તેમની સલામતી માટે સરકારે વિચારવુ જોઈએ, ગે ત્યારે દર્દીના પરિજનો દ્વારા હુમલાના બનાવો બનતા રહે છે, તો ક્યારેક સિનિયર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, સિનિયર દ્વારા રેગીંગ કરવામાં આવે છે, આવા અનેક પડકારોનો રેસિડેન્ટ્સ તબીબો સામનો કરતા હોય છે

Input Credit- Anjali Ojha- Vadodara

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">