Gujarat હાઇકોર્ટે રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારીની ફરિયાદમાં ડૉક્ટરને રાહત આપી, ધરપકડ કરવા પર રોક
વડોદરાના ડોક્ટર સામે પાસાની કાર્યવાહી અંગે હાઇકોર્ટ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે. જેમાં હાઇકોર્ટે આદેશ કર્યો કે ઓથોરીટી પાસા અંગે જે પણ નિર્ણય લે તેની જાણ હાઇકોર્ટને કરે તેમજ ત્યાં સુધી આરોપી ડોક્ટરની ધરપકડ નહીં કરી શકાય.
ગુજરાત(Gujarat) હાઇકોર્ટે વડોદરાના ડોક્ટર સામે રેમડેસીવીર(Remdesivir) ઇન્જેક્શનના કાળા કારોબાર અંગે થયેલી ફરિયાદમાં ડૉક્ટરને રાહત આપી છે. જેમાં વડોદરાના ડોક્ટર સામે પાસાની કાર્યવાહી અંગે હાઇકોર્ટ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે. જેમાં હાઇકોર્ટે આદેશ કર્યો કે ઓથોરીટી પાસા અંગે જે પણ નિર્ણય લે તેની જાણ હાઇકોર્ટને કરે તેમજ ત્યાં સુધી કથિત આરોપી ડોક્ટરની ધરપકડ નહીં કરી શકાય. આ કેસમાં અરજદારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે રેમડેસીવીર ઇન્જેક્શન મામલે આરોપી ડોકટર સામે થયેલી ફરિયાદમાં તેમણે 104 દિવસ જેલમાં વિતાવ્યા છે.
તેમજ આરોપીએ ખોટી રીતે ઇન્જેક્શન ખરીદ્યા નથી પરંતુ દર્દીઓને ઇન્જેક્શન માટે જ્યાં ત્યાં જવું ન પડે એ હેતુથી ઇન્જેક્શન ખરીદીને મંગાવ્યા હતા. કોરોના દરમ્યાન આરોપીએ 3000 જેટલા દર્દીઓની સારવાર કરી તેમજ જ્યારે તેમની અટકાયત કરાઈ ત્યારે 26 દર્દીઓ એમની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
આ પણ વાંચો : Bhakti : અનેક પ્રયાસ છતાં મનોકામના પૂર્ણ થતી નથી ? ધારણ કરો શિવના ચમત્કારિક રુદ્રાક્ષની માળા
આ પણ વાંચો : Tokyo Olympics: કોર્ટમાં પતંગિયાની જેમ ફરતી અને હરીફને હંફાવી દેતી બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, આજે ક્વાર્ટર ફાઇનલ