Bhakti : અનેક પ્રયાસ છતાં મનોકામના પૂર્ણ થતી નથી ? ધારણ કરો શિવના ચમત્કારિક રુદ્રાક્ષની માળા

શિવ સાથે સંકળાયેલા આ પવિત્ર રુદ્રાક્ષનો ઉપયોગ માત્ર સૌભાગ્ય પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ ઈચ્છાઓની પરિપૂર્ણતા અને દુ:ખ તેમજ ગરીબી દૂર કરવા માટે પણ થાય છે.

Bhakti : અનેક પ્રયાસ છતાં મનોકામના પૂર્ણ થતી નથી ? ધારણ કરો શિવના ચમત્કારિક રુદ્રાક્ષની માળા
Rudraksha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 4:59 PM

સનાતન પરંપરામાં ભગવાન શિવના (Lord Shiv) આંસુમાંથી બનેલા રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક શિવ ભક્ત મહાદેવના આ મણકાને પોતાના શરીર પર કોઈ ને કોઈ રૂપે ધારણ કરે છે. શિવ સાથે સંકળાયેલા આ પવિત્ર રુદ્રાક્ષનો ઉપયોગ માત્ર સૌભાગ્ય પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ ઈચ્છાઓની પરિપૂર્ણતા અને દુ:ખ તેમજ ગરીબી દૂર કરવા માટે પણ થાય છે.

જે વ્યક્તિ રુદ્રાક્ષના સંપર્કમાં આવે છે તેને કોઈ ડર રહેતો નથી અને તેની આસપાસ હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. ચાલો જાણીએ કે કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદા થાય છે.

એક મુખી રુદ્રાક્ષ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ રુદ્રાક્ષના માત્ર દર્શન કરવાથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્તિ મેળવવામાં પણ સક્ષમ છે. આ રુદ્રાક્ષ મુખ્યત્વે નેપાળમાં જ જોવા મળે છે.

દ્વી મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષને શિવ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને પહેરવાથી ગૌ હત્યા જેવા પાપોથી પણ મુક્તિ મળે છે. તેનો ઉપયોગ માનસિક શાંતિ અને વ્યવસાયમાં સફળતા માટે પણ થાય છે.

ત્રણ મુખી રુદ્રાક્ષ

ત્રણ મુખી રુદ્રાક્ષ સત્વ, રજ અને તમનું પ્રતીક છે. આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પાસે ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન હોય છે. સાથે જ તે આત્મ વિશ્વાસ અને સંપત્તિ વધારે છે.

ચાર મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની માનસિક ચિંતાઓ દૂર થાય છે.

પાંચ મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ભગવાન બ્રહ્માનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જે પહેરવાથી ખ્યાતિ અને કીર્તિ વધે છે.

છ મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું પ્રતીક માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી આંખને લગતા વિકારોમાં ફાયદો થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા રહે છે.

સપ્ત મુખી રુદ્રાક્ષ

સપ્તમુખી રુદ્રાક્ષને સાત આવરણનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિ લાંબું જીવે છે અને તેને તેના જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળે છે.

અષ્ટ મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ધારણ કરનારને અદાલતના કેસોમાં વિજય મળે છે અને અન્ય સ્ત્રી સાથેના સંબંધ રાખવા જેવા પાપોથી મુક્તિ મળે છે.

નવ મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ નવ શક્તિનું પ્રતીક છે. તેને પહેરવાથી માતા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે અને શત્રુઓનો નાશ થાય છે.

દસ મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુના દસ અવતારોનું પ્રતીક છે. તેને ધારણ કરવાથી ઇન્દ્રિયો દ્વારા થયેલા તમામ પાપો દૂર થાય છે. આ રુદ્રાક્ષ ભૂત-પ્રેત વગેરેથી પણ રક્ષણ આપે છે.

અગિયાર મુખી રુદ્રાક્ષ

જે વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને સમાજમાં સન્માન મળે છે અને તેના તમામ પાપ કર્મો નાશ પામે છે.

બાર મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ શિવની સાથે પ્રાપ્ત થાય છે અને દુ:ખ અને ગરીબી દૂર થાય છે.

તેર મુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ તેજસ્વી છે અને તેની તમામ ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે.

ચૌદ મુખી રુદ્રાક્ષ

ચૌદ મુખી રુદ્રાક્ષ ભગવાન ભુવનેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી આધ્યાત્મિક અને શારીરિક શક્તિ બંને મળે છે.

ગૌરી શંકર રુદ્રાક્ષ

સાથે જોડાયેલા બે રુદ્રાક્ષને શિવ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ એક દુર્લભ રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે.

આ પણ વાંચો : Bhakti : આ દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?

આ પણ વાંચો : Bhakti : કન્યા ‘વિદાય’ સમયે કેમ પાછળ ફેંકે છે ચોખા ? જાણો, રસપ્રદ વિધિ પાછળનો ગૂઢાર્થ

g clip-path="url(#clip0_868_265)">