AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા મંદિરમાં પ્રબોધ સ્વામી સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ ફરી મંદિરમાં વિવાદ સામે આવ્યો હતો. આ વિવાદમાં પોલીસ વચ્ચે પડી હતી અને સમર્થકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ વિવાદમાં આજે ફરી નવો ફણગો ફૂટ્યો છે.

હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી
સંતોએ નિવેદન આપ્યું કે ઓડિયો ક્લિપમાં કહેવાયું છે તેવું થયું જ નથી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 3:43 PM
Share

વડોદરા (Vadodara) નજીક આવેલા હરિધામ સોખડા(Haridham Sokhda) મંદિરમાં પ્રબોધ સ્વામી (Prabodh Swami) સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ ફરી મંદિરમાં વિવાદ (Controversy) સામે આવ્યો હતો. આ વિવાદ બાદ વડોદરા ગ્રામ્ય DySP તથા વડોદરા તાલુકા પોલીસના PSIની ટીમ મંદિર પહોંચી હતી. બીજા દિવસે પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માંગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન કલેક્ટર ઓફિસની બહાર બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

જોકે ત્યાર બાદ આ વિવાદમાં શાતિ જોવા મળી હતી પણ આજે ચાર દિવસ બાદ ફરી વિવાદ બહાર આવ્યો છે. પ્રબોધ સ્વામી સાથે ગેરવર્તન કરવાનો જેના પર આરોપ છે તે સરલ સ્વામીની ઓડિયો કલીપ જાહેર થઈ છે. જેમાં તેમણે કેટલાક સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ તેની માફી માગી હોવાનું કહ્યું છે. જોકે આ ક્લિપમાં જે સંતોના નામ છે તે ત્રણ સંતોએ સંયુક્ત નિવેદન આપ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી.

સરલ સ્વામીની ઓડિયો કલીપમાં શું છે?

જય સ્વામિનારાયણ, હજી બીજું એક સાંભળી લેજો એક મહિનો નથી થયો એ પહેલા પ્રબોધ સ્વામી મારી અને યોગીચરણ સ્વામીની માફી માગવા આવ્યા હતા કે મારે ના કરવા જેવુ તમારી જોડે કર્યું છે અને પ્રબોધ સ્વામીની સાક્ષી જોઈતી હોય તો સુરજ સ્વામિ ને પૂછો, શ્રીજી ચરણ ને પૂછો,પછી બીજા કોણ હતા ,ગુરુપ્રસાદ સ્વામીને પૂછો,પ્રબોધ સ્વામીએ માફી માંગી??પૂછો અને પછી મને જવાબ આપો. જય સ્વામિનારાયણ

ઓડિયો ક્લિપમાં નામ છે તે ત્રણ સંતોએ સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?

આત્મીય સમાજના સૌ ભૂલકાઓને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. હું સાધુ સુરાજ દાસ,હું સાધુ ગુરુપ્રસાદ દાસ,હું સાધુ શ્રીજી ચરણ દાસ, અમે ત્રણેય ખાતરી પૂર્વક કહીએ છીએ કે સરલ સ્વામીજીએ જે અમારા ત્રણ ના નામનો ઉપયોગ કરી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી પર ઉપર ખોટા આક્ષેપ લગાવી માફી માગવાની જે વાત કરી છે કે સત્ય થી સતત વેગળી છે,જૂઠી છે પહેલા તો એવી કોઈ ઘટના બનીજ નથી કે જેથી માફી માગવાનો કોઈ સવાલ આવે ..તો સૌ ભૂલકાઓ ને જણાવવાનું કે આ વાત સદંતર સત્યથી વેગળી છે માફી મંગવાની કોઈ ઘટના બનીજ નથ.. માફી માંગી જ નથી જેની સૌ નોંધ લે.

આ બંને નિવેદનો સાંભળ્યા પછી ઊભા થતા સવાલો

  1. એક મહિના પહેલા હરિધામમાં એવી શુ ઘટના બની હતી?
  2. જેને ગાદી પર બીરાજવા માટે હરિ ભક્તો ની લાગણી છે એવી હરિપ્રસાદ સ્વામી પછી ની પ્રથમ હરોળના પ્રબોધ સ્વામી ત્રીજી હરોળ ના સરલ સ્વામી કે યોગી ચરણ સ્વામી ની માફી માંગવા કેમ આવે?
  3. એ ઘટના શુ હતી,એ ઘટના નો મુદ્દો શું હતો? એક મહિના પહેલા બનેલી એ ઘટના કેમ દબાઈ ગઈ? અને ત્યાર પછી 5 દિવસ પહેલા સરલ સ્વામી એ પ્રબોધ સ્વામી સાથે ગેર વર્તન કર્યું હોવાની વાત કેમ સામે આવી?
  4. સરલ સ્વામીના ઓડિયો બાદ, ત્રણ સંતોને ખુલાસો કરવાની કેમ ફરજ પડી?
  5. જો કોઈ ઘટના બની જ નથી તો સરલ સ્વામી દ્વારા ત્રણ સંતોના નામ જોગ કેમ નિવેદન આપ્યું?
  6. સાધુ સુરાજદાસ આ વાતનું ખંડન કેમ કરે છે?
  7. આ પ્રકારના સતત વિવાદો છેડવા પાછળ જે ટોળકી સક્રિય છે તેને હરિધામ સોખડામાં રહેલા ક્યા સંતો અને ટ્રસ્ટીઓ છાવરી રહ્યા છે?

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">