AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં ઇતિહાસ રચાયો, ટાટાના પ્લાન્ટમાંથી પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C295 એરક્રાફ્ટ બહાર પાડવામાં આવ્યું

વડોદરામાં ટાટાના પ્લાન્ટમાંથી પહેલું મેડ ઈન ઈન્ડિયા C295 લશ્કરી પરિવહન વિમાન તૈયાર છે. આ દેશના ઉડ્ડયન ક્ષેત્ર અને "આત્મનિર્ભર ભારત" માટે એક ઐતિહાસિક સફળતા છે, આ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

Breaking News : વડોદરામાં ઇતિહાસ રચાયો, ટાટાના પ્લાન્ટમાંથી પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C295 એરક્રાફ્ટ બહાર પાડવામાં આવ્યું
| Updated on: May 15, 2026 | 8:18 AM
Share

ભારતના વિમાનના ક્ષેત્ર આજે એક મોટી સફળતા મેળવી છે. વડોદરામાં ટાટા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડના પ્લાન્ટમાંથી પહેલું મેડ ઈન્ડિયા C295 મિલિટ્રિ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સફળતાપૂર્વક બની બહાર આવી છે.આ પહેલી વખત છે. જ્યારે ભારતમાં કોઈ પ્રાઈવેટ કંપનીએ આખું સૈન્ય વિમાન તૈયાર કર્યું હોય. અત્યારસુધી આ કામ માત્ર સરકારી કંપનીઓ સુધી સીમિત હતું. સૌથી મોટી વાત એ છે કે, આ વિમાન નક્કી કરેલી તારીખથી અનેક મહિના પહેલા બનીને તૈયાર કરવામાં આવ્યું છે.

C295 એરક્રાફ્ટની તાકાત અને વિશેષતાઓ

પેલોડ ક્ષમતા : આ એરક્રાફ્ટ એક સમયે 9,000 કિલોથી વધુ પેલોડ અથવા 71 સૈનિકો એક સાથે લઈ જઈ શકે છે.

ઉપયોગ : જેનો ઉપયોગ સૌનિકોને લઈ આવવા લઈ જવા તેનો ઉપયોગ આપત્તિ રાહત, તબીબી કટોકટી અને દરિયાઈ દેખરેખ માટે કરવામાં આવશે.

મુશ્કેલ ભૂપ્રદેશમાં લેન્ડિંગ : આ વિમાન ટૂંકા, કાચાં રનવે પર સરળતાથી ઉતરાણ કરી શકે છે, જે પર્વતીય અને સરહદી વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે.

સ્વદેશી ટેકનોલોજી : તે ભારતીય સરકારી કંપનીઓ (BEL અને BDL) દ્વારા વિકસિત ઇલેક્ટ્રોનિક યુદ્ધ સ્યુટથી સજ્જ છે.

આ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાનની એક મોટી જીત છે. હવે ભારત એ લિસ્ટમાં સામેલ થયું છે. જે ખુદ આધુનિક સૈન્ય વિમાન બનાવવાની ક્ષમતા રાખે છે.

પ્રોજેક્ટની હાઇલાઇટ્સ

કુલ વિમાન : ભારતીય વાયુસેના માટે કુલ 56 વિમાન ખરીદવામાં આવ્યા હતા.

સ્પેનથી ડિલિવરી : પહેલા 16 વિમાનો સ્પેનથી સીધા ભારત ઉડાન ભરશે (આમાંથી છ વિમાનો પહેલાથી જ વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે).

ભારતમાં નિર્માણ : બાકીના 40 વિમાનો વડોદરામાં ટાટા પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યા છે.

રોજગાર અને MSMEs: આ પ્રોજેક્ટમાં 37 ભારતીય સપ્લાયર્સ અને ડઝનબંધ નાના ઉદ્યોગો (MSMEs) સામેલ છે, જે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.

વાયુસેનાને મળશે નવો જોશ

આ C295 વિમાન વાયુસેનાના જૂના થઈ ચુકેલા અવરો (Avro HS-748)નું સ્થાન લેશે. જેના આવવાથી ભારતીય સેનાની લોજિસ્ટિક્સ અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પરિવહન કરવાની ક્ષમતા અનેકગણી વધશે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. અહી ક્લિક કરો

Follow Us
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
g clip-path="url(#clip0_868_265)">