Kheda : નકલી હળદરની ફેક્ટરી મળવાના કેસની તપાસ માટે દક્ષિણ ભારત પહોંચી પોલીસ, કોચીમાં ઓલિયોરેઝીન કેમિકલ અંગે તપાસ
ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ હળદર પકડવાનો મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ ટાઉન પોલીસના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
ખેડા જિલ્લાના નડિયાદમાંથી નકલી હળદરની ફેક્ટરી પકડાવાના કેસમાં તપાસનો રેલો દક્ષિણ ભારત સુધી પહોંચ્યો છે. નકલી હળદરમાં વપરાયેલા કેમિકલની તપાસ દક્ષિણ ભારતમાં પહોંચીને પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસની ટીમ ઓલિયોરેઝીન કેમિકલની તપાસ માટે કોચી પહોંચી છે. ઓલિયોરેઝીન બનાવતી કંપનીના માલિકોનો સંપર્ક કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો-Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?
તપાસ માટે પોલીસ કોચી પહોંચી
ખેડા જિલ્લાના નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ હળદર પકડવાનો મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ ટાઉન પોલીસના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી. હળદર બનાવવા વપરાતુ કેમિકલ કોચીથી આવતુ હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે આ કેસમાં વધુ તપાસ માટે નડિયાદ પોલીસ કોચી પહોંચી છે.
જો કે કોચી ખાતે ઓલિયોરેઝીન બનાવતી કંપનીની મુખ્ય ઓફિસે લાગ્યા તાળા લાગ્યા છે. કોચીની ખાનગી કંપનીના માલિકોના ફોન પણ બંધ આવી રહ્યા છે. નડિયાદ પોલીસે કોચી પોલીસને સમગ્ર કેસથી માહિતગાર કર્યા છે. ત્યારે કોચી પોલીસને આરોપીઓની ભાળ મળતા જ તેઓ નડિયાદ પોલીસને જાણ કરશે.
આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો
મિલ રોડ પર આવેલી ફેક્ટરી જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આરોપી અમિત ટહેલ્યાણી અને પંકજ ટહેલ્યાણી 2017થી ડુપ્લીકેટ હળદર બનાવતા હતા અને ડુપ્લીકેટ હળદરને કરી પાવડરમાં મિક્સ કરી સિલોડ ખાતે આવેલી ડી દેવ ફેક્ટરીમાં મોકલી પેકીંગ કરી દેશ વિદેશમાં વેચાણ કરતા હતા. સૌથી મહત્વનું મિલ રોડ પર આવેલ ફેક્ટરીમાંથી પોલીસે ઝડપેલું ઓલિયોરેઝીન નામનું કેમિકલ કોચીનથી મગાવવામાં આવતું હતું, તેમ આરોપીઓએ પોલીસને જણાવ્યું છે.
મહત્વનું છે કે પોલીસની તપાસમાં ઓલિયોરેઝીનના 125થી વધારે બેરલ ફેકટરીમાં ખૂબ જ ગંદકીમાં મુકાયેલી હાલતમાં ઝડપાયા હતા. ત્યારે હવે નડિયાદ ટાઉન પોલીસ મિલ રોડ પરથી ફેક્ટરીમાંથી પકડાયેલો ઓલિયોરેઝીનનો જથ્થો ક્યારે મગાવવામાં આવ્યો હતો? કેટલી માત્રામાં મંગાવવામાં આવ્યો હતો? અને ક્યારે ક્યારે કોચીનથી મોકલવામાં આવતો હતો? તેની પણ તપાસ હાથ કરવામાં આવશે.
સેમ્પલ લઇ FSLમાં તપાસ અર્થે મોકલી અપાયા
નડિયાદ ટાઉન પોલીસની સતર્કતાને કારણે ઝડપાયેલી ડુપ્લીકેટ હળદરની ફેક્ટરીમાંથી નડિયાદ ટાઉન પોલીસના અધિકારીઓએ જુદા જુદા સેમ્પલ લઇ FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે, તો ફૂડ એન્ડ સેફટી વિભાગે ફેક્ટરીમાંથી જુદો જુદો મુદ્દામાલ સીલ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…