AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?

RTE Admission 2023 : ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. શિક્ષણ વિભાગને એડમિશન માટે 96,707 અરજીઓ મળી છે. પ્રવેશનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:59 AM
Share

RTE Admission 2023 : ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વિભાગ ટૂંક સમયમાં પ્રવેશનું સમયપત્રક જાહેર કરશે. RTE કાયદાના 25 ટકા અનામતના નિયમ હેઠળ 83,326 અનામત બેઠકો સામે, રાજ્યની ખાનગી શાળાઓમાં 96,707 અરજીઓ આવી છે.

આ પણ વાંચો : Gujarati Video: RTEની ફેક વેબસાઈટ મામલે શિક્ષણ વિભાગ હરકતમાં, ઓનલાઇન RTE કાફે નામની સાઈટ કરાઈ બ્લોક, ફેક વેબસાઈટ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

22 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં જ્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ હતી, ત્યારે 7,449 અરજીઓ પેન્ડિંગ હતી, જ્યારે 59,268 સ્વીકારવામાં આવી હતી. 10 એપ્રિલે અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ 11,605 અરજીઓ પણ નકારી કાઢવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે 22 એપ્રિલ સુધી કુલ 18,385 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.

આગામી દિવસોમાં પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે

એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ રાજ્યની 9,855 ખાનગી શાળાઓમાં 83,000 થી વધુ બેઠકો અનામત છે. આમાંની મોટાભાગની શાળાઓ ગુજરાતી માધ્યમની છે. ગત વર્ષે RTE હેઠળ 71,000 થી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

અરજીની તારીખ લંબાવવાની માંગ

બીજી તરફ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અરજી કરવાની છેલ્લી તારીખ 15 દિવસ લંબાવવાની માંગ કરી છે. યુથ કોંગ્રેસના જણાવ્યા મુજબ દર વર્ષે અરજીનો સમયગાળો 15-20 દિવસનો હતો, પરંતુ આ વર્ષે અરજીની પ્રક્રિયા માત્ર 12 દિવસ ચાલી હતી. જેના કારણે વેબસાઈટ ઘણી વખત ક્રેશ થઈ હતી. સાથે જ વાલીઓને એડમિશન માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં પણ સમય લાગ્યો હતો. પરિણામે ઘણા વાલીઓ અરજી કરી શક્યા ન હતા.

શિક્ષણ વિભાગે હેલ્પલાઈન કરી શરૂ

શિક્ષણ વિભાગને પણ પ્રવેશ સંબંધિત ફરિયાદ મળી છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે RTE કાયદા હેઠળ પ્રવેશનું વચન આપતી નકલી વેબસાઇટ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રવેશ સંબંધિત કોઈપણ માહિતી માટે વાલીઓ શિક્ષણ વિભાગની કચેરીમાંથી માહિતી મેળવી શકે છે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">