Kheda : 4,96,000 આભાકાર્ડ બનાવીને, રાજ્યમાં ખેડા જિલ્લો રહ્યો મોખરે
જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રેની કામગીરીની સમીક્ષા સાથે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા સરકારી આરોગ્યને લગતી યોજનાઓ પી.એમ.જે.એ વાય, આભા, ટેલીમેડીસીન, આર.સી.એચ યોજનાઓ અંગે વાતચીત કરવામાં આવી હતી.
27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત કરી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી (આભા કાર્ડ) જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે. આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, કોઈપણ વ્યક્તિ મુશ્કેલી વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકાય છે.
આરોગ્ય ક્ષેત્રેની કામગીરીની સમીક્ષા
ખેડાના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રેની કામગીરીની સમીક્ષા સાથે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા સરકારી આરોગ્યને લગતી યોજનાઓ પી.એમ.જે.એ વાય, આભા, ટેલીમેડીસીન, આર.સી.એચ યોજનાઓ અંગે વાત ચિત કરવામાં આવી હતી.
લાયઝન અધિકારીઓએ હેલ્થ ઓફિસરના સંકલનમાં રહેવા તાકીદ
શિવાની ગોયલે જણાવ્યું કે, જિલ્લામાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ લાભાર્થીને મળી રહે તે માટે જિલ્લાના આરોગ્ય સેવાના તમામ લાયઝન અધિકારીઓને પોતાના લાયઝન તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરના સંકલનમાં રહી તાલુકાની તમામ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી તેનું સુપરવિઝન મોનીટરીંગ અને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તાકીદ કરી હતી.
યોજનાનો લાભ લેવા માર્ગદર્શન પૂરું પાડવા
ખેડા જિલ્લામાં આઇ.સી.ડી.એસ તરફથી જાહેર આરોગ્યની સુખાકારી માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર જેમ કે, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને માતૃશક્તિ, કિશોરીઓને પૂર્ણા શક્તિ 6 માસથી ઉપરના બાળકોને બાળ શક્તિ વગેરેનો લાભ લેવા માર્ગદર્શન પૂરું પાડવાની કામગીર કરવામાં આવી રહી છે.
પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન છે
કિશોરીઓને શિક્ષિત કરવી, કુટુંબ નિયોજનની વિવિધ બિનકાયમી કાયમી પધ્ધતિઓ અપનાવવી, દીકરો -દીકરી એક સમાન, સુવાવડનો દવાખાનામાં જ કરાવવી, પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન છે, જેવી બાબતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પદાધિકારીઓઓ અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં લોકજાગૃતિ ફેલાવવા તથા બહોળો પ્રચાર પ્રસાર કરવા આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું .
જિલ્લામાં માતા અને બાળકના સ્વાસ્થય અને સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન તેમજ તેમની પ્રેરક હાજરીમાં ગળતેશ્વર તાલુકાના પંડાલ બળેવીયા અને ઠાસરા તાલુકાના સૈયાત ગામે આરોગ્ય સેવાઓના બહોળા પ્રચાર પ્રસાર અર્થે તેમજ લોકજાગૃતિ ફેલાવવા ગુરુશિબિરનું આયોજન મુજબ શિબિરો યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પીએમ જય કાર્ડ અંતર્ગત 5 લાખની સારવાર વિના મુલ્યે લાભાર્થીઓને મળવાપાત્ર છે. તેમજ આભા કાર્ડનો મુખ્ય હેતુ નાગરીકોને ડીઝીટલ હેલ્થ આઇડી પ્રદાન કરવા નો છે, જેને કારણે તમામ તબીબી રેકોર્ડસ સરળતાથી મળી શકે તેમ છે. હાલ રાજ્યમાં આભાકાર્ડ બનાવવાની કામગીરીમાં 4,96,000 કાર્ડ બનાવી ખેડા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…