વડોદરાના 15 શિલ્પકાર દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં બનાવશે મધર મેરીની વિશ્વની સૌથી મોટી પ્રતિમા

વડોદરાના 15 શિલ્પકાર દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં બનાવશે મધર મેરીની વિશ્વની સૌથી મોટી પ્રતિમા
Craftsmen from Vadodara will make a statue of Mother Mary

સચિન કાલુસ્કર અને તેમના સાથી કલાકારોએ  દક્ષિણ આફ્રિકાના કોન્ગોથી ટીવી9 સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે વડોદરા અને અહીંની કલાને અમે વિશ્વ સ્તર સુધી લઇ આવ્યા છીએ એ અમારા માટે ગર્વની વાત છે.

yunus.gazi

| Edited By: Tanvi Soni

Jan 26, 2022 | 9:17 AM

50 ફૂટ ઊંચી 15 ફૂટ પહોળી ફાયબર ગ્લાસની પ્રતિમા ત્રણ માસમાં બનાવવામાં આવશે.

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા નજીક કેવડીયામાંજ બનેલી છે અને લાખો પ્રવાસીઓ સરદાર પટેલની આ પ્રતિમાને નિહાળવા પહોંચે છે. હવે  આવી જ એક મોટી પ્રતિમા દક્ષિણ આફ્રિકામાં બનવાની છે. વડોદરાના 15 શિલ્પકાર (Sculptor) ખ્રિસ્તીઓની આસ્થાની દેવી મધર મેરી (Mother Mary)ની ફાયબર ગલાસની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા દક્ષિણ આફ્રિકા (South Africa)ના કોન્ગોમાં પહોંચ્યા છે.

વડોદરાએ કલાનગરી તરીકે જાણીતુ છે. અહીંના કલાકારોની ક્લાકૃતિઓ અને તેમનું સર્જન વિશ્વ પ્રસિદ્ધ છે. હવે કલાનગરી વડોદરાની યશકલગીમાં વધુ એક યશ ઉમેરાશે. દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)ના કાતેબી કોલ્વેઝી શહેરમાં એક વિશાળ ટાપુની મધ્યમાં મધર મેરીની આ મૂર્તિ બનશે. આ વિશાળ ટાપુના રિસોર્ટમાં મધર મેરીની 15 ફૂટ ઊંચી અને 14 ફૂટ પહોળી ફાયબરની પ્રતિમા બની રહી છે, જે વિશ્વની સૌથી ઉંચી ફાયબર ગ્લાસની પ્રતિમા હોવાનો દાવો વડોદરાના સ્કલ્પચર આર્ટીસ્ટ સચિન કાલુંસ્કરે કર્યો છે. સચિન કાલુસ્કર તથા તેમના સાથીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ હાલમાં કોન્ગોમાં પહોંચીને કરી રહ્યા છે.

વડોદરાના સ્કલ્પચર આર્ટીસ્ટ સચિન કાલુંસ્કરે વધુમાં જણાવ્યું કે જે સ્થળે મધર મેરીની આ પ્રતિમા બની રહી છે તે શહેરનું નામ લઘુમ્બાશી છે, પરંતુ જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે તે કોંગોનું કાતેબી કોલ્વેઝી શહેર છે. આ પ્રતિમા સ્થાપિત થયા પછી વિશ્વભરમાં આ જગ્યાનું નામ રોશન થવાનું છે અને પ્રવાસનને પણ વેગ મળશે .

મહર્ષિ પંચાલ, અજિંક્ય બારડે, જનક પંચાલ, વિનોદ પરમાર, ભાવેશ પંચાલ અને જગદીશ વસાવા સહિતના છ કલાકારો આ પ્રોજેક્ટ માટે હાલ કોંગોમાં કેમ્પ કરી રહ્યા છે. સચિન કાલુસ્કરે કોન્ગોથી ટીવી નાઈન સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વિશ્વમાં 231 કરોડ ખ્રિસ્તીઓ છે અને મધર મેરી ખ્રિસ્તીઓની આસ્થાનું પ્રતિક છે.

કોન્ગોમાં વિશ્વની સૌથી મોટી ફાયબરની 50 ફૂટ ઊંચી મધર મેરી પ્રતિમા બનવાની છે. ફાયબર ગ્લાસમાંથી બનેલી આટલી ઊંચી પ્રતિમા અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય નથી અને આ બનાવવાનો મોકો મળ્યો છે, ત્યારે હું તે માટે ગૌરવ અનુભવું છું. વિશ્વની આ સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સૌભાગ્ય મને અને મારી ટીમને પ્રાપ્ત થયું છે તે માટે અમે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે.

સચિન કાલુસ્કર અને તેમના સાથી કલાકારોએ  દક્ષિણ આફ્રિકાના કોન્ગોથી ટીવી9 સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે વડોદરા અને અહીંની કલાને અમે વિશ્વ સ્તર સુધી લઇ આવ્યા છીએ એ અમારા માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો- સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

આ પણ વાંચો- Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati