Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:40 AM

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ હેઠળ આવતા રાજયની 6 મહાનગરની અને 13 નગરપાલિકાની અંદાજે 1100 જેટલી શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન હાલ સ્થગિત કરવાની રજુઆત કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓમાં થતાં ગુણોત્સવ કાર્યકમ (Gunotsav Program)ને મહાનગરોમાં સ્થગિત કરવાની માગ શિક્ષક સંઘ દ્વારા ઉઠી છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓ (Primary School)માં ગુણોત્સવ અંતર્ગત શાળાનું મુલ્યાંકન કરવામાં આવતુ હોય છે, પરંતુ આ વખતે આ ગુણોત્વસ અંતર્ગત શાળાનું મુલ્યાંકન મહાનગરોમાં સ્થગિત કરવા ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘે ( Primary Education Association) સરકારને રજૂઆત કરી છે.

કોરોના રોગચાળાને પગલે હાલમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલે છે. ત્યારે શાળામાં બાળકોની હાજરી જ ના હોય, તેથી તેમનું તટસ્થ મુલ્યાંકન થઈ ના શકે તેવી રજૂઆત કરાવામાં આવી છે. તેમજ મહાનગરોમાં અનેક શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે અને અનેક શિક્ષકો વેકસીનેશનની કામગીરીમાં પણ જોડાયેલા છે. તેથી હાલ મહાનગરોમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન સ્થગિત કરવામાંની લેખીત રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા GCERTના નિયામકને લેખીતમાં રજુઆત કરી છે. ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ હેઠળ આવતા રાજયની 6 મહાનગરની અને 13 નગરપાલિકાની અંદાજે 1100 જેટલી શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન હાલ સ્થગિત કરવાની રજુઆત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર એમ છ મહાનગર અને રાજયની 13 નગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની લેખીત માગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના GSQAS મારફત શાળા ઈન્સપેકટર દ્વારા ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન કાર્ય કરવામાં આવે છે. જેના આધારે ગુણોત્સવ ગ્રેડ નક્કી થાય છે. હાલ ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી બાળકોની ગેરહાજરીમાં તટસ્થ મુલ્યાંકન થઈ શકે નહીં, તેમજ અન્ય પાસાઓનું પણ સમગ્રલક્ષી મુલ્યાંકન થઈ શકે નહી. તેથી વિદ્યાર્થીઓના હિતમાં આ માગ કરવામાં આવી હોવાની શિક્ષક સંઘે રજૂઆત કરી છે.

 

આ પણ વાંચો- Vadodara: સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોનો 4 વર્ષ જુનો આવાસનો પ્રશ્ન ઉકેલાયો, આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધી આપશે

આ પણ વાંચો- Ahmedabad : ખોખરા રેલ્વે ઓવરબ્રિજનું સમારકામ છેલ્લા ચાર વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન

 

g clip-path="url(#clip0_868_265)">