ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર(S Jaisankar)બે દિવસીય વડોદરાની(Vadodara) મુલાકાતે છે.તેમણે આજે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે કાર્યરત મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો ને સહાયરૂપ થતી શી ટીમના (She Team) કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા. વિદેશ મંત્રીએ પોલીસ ભવન ખાતે સીટીમ કાર્યાલયની મુલાકાત લઇ કામગીરીની જાણકારી મેળવી હતી અને સાથે જ ભૂતકાળમાં કરવામાં આવેલી કામગીરી અંગે નું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું જે બાદ પોતાનો પ્રતિભાવ વિઝીટર બુકમાં આપ્યો હતો. વિદેશ મંત્રી અને મહાનુભાવો ની મુલાકાત વેળાએ શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંધ, પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા અને પોલીસ કમિશનર અભય સોની તેમજ શી ટીમના નોડલ અધિકારી રાધિકા ભરાઇ હાજર રહ્યાં હતા.
વડોદરા શહેર પોલીસ ભવન ની મુલાકાત લીધી અને અત્યંત પ્રેરણાદાયી #SheTeam ને મળ્યા.
સંવેદનશીલ અને સામાજિક રીતે કાળજી રાખનારી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ.@smritiirani https://t.co/XUKaTA5otv
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 31, 2022
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આ તકે મહિલા પોલીસની શી ટીમ ને અત્યંત પ્રેરિત અને લિંગ સંવેદનશીલ તથા સામાજિક રીતે કાળજી રાખનારી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમની સાથે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાર્ગવ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ જોડાયા હતા.મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સંચાલિત શી ટિમ દ્વ્રારા મહિલા ,સિનિયર સીટીઝન અને બાળકો ની સુરક્ષા માટે કરાઈ રહી છે વિવિધ પ્રવૃત્તિઓમહિલા વિરોધી અપરાધ પર અંકુશ મેળવવા માં અને છેડતી બાજો,આ છોડ તોડ ને સાણસામાં લેવા વડોદરા શહેર પોલીસ ની શી ટિમ ની મહત્વ ની ભૂમિકા રહેલો છે.
Vadodara India External Affairs Minister S Jaishankar CP Shamsher Singh
વિદેશ મંત્રી એજ મહિલા પોલીસની કામગીરીથી પ્રભાવિત થઇ શી ટિમ ની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી હતી.દેશના અન્ય રાજ્યો શહેરોમાં પણ વડોદરા પોલીસની શી ટીમ પ્રોજેકટનો અમલ થાય તેવા પ્રયાસ કરવા વિદેશ મંત્રી એસ જયશંકર ઈચ્છા વ્યક્ત કરી હતી.