Vadodara: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટ પર આવતા રહેણાક મકાનો તોડવાની કામગીરી શરુ, મકાન માલિકોએ નોંધાવ્યો વિરોધ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આડે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક યાર્ડ નજીકના અનેક વિસ્તારો આવે છે મોટાભાગની જમીન સંપાદિત થઇ ચુકી છે અને જમીન માલિકોને વળતર પણ ચુકવાઈ ગયું છે. પરંતુ ગોકુલ ભૈયાની ચાલી જેવા કેટલાક વિસ્તાર છે જ્યાં માનવ વસાહતોને કારણે જમીન સંપાદનની પ્રકિયામાં વિક્ષેપ પડી રહ્યો છે.
અમદાવાદ-મુંબઇ (Ahmedabad-Mumbai Bullet train)વચ્ચે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરા (Vadodara) શહેરમાંથી પણ બુલેટ ટ્રેન પસાર થશે. ત્યારે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટ પર આવતા મકાનો તોડવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જો કે મકાન માલિકો દ્વારા આ કામગીરીને લઇને વિરોધ (Protest)નોંધાવવામાં આવ્યો છે. 11 પરિવારો દ્વારા મકાનની સામે મકાન આપવાની અથવા તો મકાનની કિંમત જેટલી જ કિંમત આપવાની માગ કરવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગોકુલ ભૈય્યાની ચાલીમાં 80 વર્ષથી લોકો વસલાટ કરે છે. આ ચાલીના 11 પરિવારોના મકાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટમાં આવે છે. જેથી તંત્ર દ્વારા આ જમીન સંપાદન કરવાની પ્રકિયા શરુ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટ પર આવતા મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે જમીન સંપાદન કરવા તંત્રએ અપનાવેલી આ અંગ્રેજ નીતિ સામે મકાન માલિકોએ વિરોધ શરુ કર્યો છે.
જમીન સંપાદનમાં જતા મકાનોના 11 પરિવારો દ્વારા મકાનની સામે મકાન આપવાની અથવા તો મકાનની કિંમત જેટલી જ કિંમત આપવાની માગ કરવામાં આવી છે. આ પરિવારોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વર્તમાન બજાર કિંમત મુજબ વળતર આપવાની જગ્યાએ ત્રણ લાખ જેટલું નજીવું વળતર આપવામાં આવે છે. સરકારી અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે જે રકમ આપવામાં આવે છે તે જ રકમનો સ્વીકાર કરો નહીં તો દમન ગુજારી ને પણ અહીંથી હાંકી કાઢવામાં આવશે. મકાન માલિકો કહી રહ્યા છે કે અમે અહીથી જવા માટે તૈયાર છીએ. પરંતુ અમને પૂરું વળતર મળ્યુ નથી. આ પરિવારોએ પુરતુ વળતર ન મળે તો અહીં જ મોતને ભેટવાની ચીમકી ઉચ્ચારી છે.
અહીના લોકો કહી રહ્યા છે કે અમને અહીંથી જે રીતે ખસેડવામાં અવી રહ્યા છે, તેને કારણે અમારા ભણતા બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે..અમારા બાળકોને છેલ્લી ઘડીએ કઈ શાળામાં એડમીશન અપાવવો તેની પણ મુંઝવણ છે.
અહી સમસ્યા એ પણ આવે છે કેટલાક મકાનો બે માલિકો ધરાવે છે. તો વળતર કોને આપવું તે સવાલ ઊભો થાય છે. 80 વર્ષથી અહી વસવાટ કરતા લોકો પાસે સમસ્યા એ છે કે પોતાનું મકાન તો છે પરંતુ જમીનની માલિકીના જે પાકા દસ્તાવેજો હોવા જોઈએ તે નથી. જેના કારણે મકાન માલિકો તંત્ર સામે કોઈ મજબુત વળતી કાનૂની કાર્યવાહી પણ કરી શકતા નથી. જેને કારણે તંત્રનો હાથ ઉપર છે અને તે ધાકધમકીનું વાતાવરણ સર્જી રહ્યા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આડે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક યાર્ડ નજીકના અનેક વિસ્તારો આવે છે મોટાભાગની જમીન સંપાદિત થઇ ચુકી છે અને જમીન માલિકોને વળતર પણ ચુકવાઈ ગયું છે. પરંતુ ગોકુલ ભૈયાની ચાલી જેવા કેટલાક વિસ્તાર છે જ્યાં માનવ વસાહતોને કારણે જમીન સંપાદનની પ્રકિયામાં વિક્ષેપ પડી રહ્યો છે. હવે જોવાનું એ છે કે આવા વિસ્તાર સમજાવટથી તંત્ર કબજે કરે છે કે પછી દમનનો કોરડો વીંઝીને કબજે કરે છે.
આ પણ વાંચો-
Ahmedabad: ચંડોળા તળાવમાં ગંદકીના ઢગ, તળાવમાં લીલ અને મચ્છરોનું સામ્રાજ્ય વધતા બીમારીઓ ફેલાવાનો ખતરો વધ્યો
આ પણ વાંચો-