વલસાડમાં બનશે બુલેટ ટ્રેનનું સૌથી મોટુ અને મોંઘુ સ્ટેશન, ખેડૂતોએ પણ ખુશીથી આપી દીધી જમીન

સરકારી પ્રોજેક્ટના નિર્માણમાં સૌથી મોટી અડચણ જમીન અધિગ્રહણમાં આવતી હોય છે. જો કે બુલેટ ટ્રેન માટે વલસાડ જિલ્લાના ખેડૂતોએ પોતાની જમીન ખુશીથી આપી છે. જેની સામે સરકારે કાયદેસરનું વળતર પણ ચૂકવી દીધું છે.

વલસાડમાં બનશે બુલેટ ટ્રેનનું સૌથી મોટુ અને મોંઘુ સ્ટેશન, ખેડૂતોએ પણ ખુશીથી આપી દીધી જમીન
bullet train (Symbolic Image)
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:17 AM

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભારતને વિશ્વભરમાં અગ્રીમ સ્થાને લઇ જવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તો આ પ્રયાસોમાં બુલેટ ટ્રેન (Bullet train) પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે અને આ બુલેટ ટ્રેનનું સૌથી મોટું અને મોંઘુ સ્ટેશન વલસાડ (Valsad) જિલ્લાના ડુંગરમાં બની રહ્યું છે. 600 કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ સ્ટેશનને લઈને ડુંગરા વિસ્તારનો ખૂબ જ વિકાસ થશે.

દેશને આધુનિક અને ઝડપી વિકાસ માટે ટ્રેન મહત્વનું પાસું ધરાવે છે. ત્યારે દેશની વિકાસની ગતિને આગળ ધપાવવા માટે બુલેટ ટ્રેન અગત્યનું માધ્યમ સાબિત થાય તેવું મનાઇ રહ્યું છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લામાં પણ બુલેટ ટ્રેન 50 કિલોમીટરનું અંતર કાપશે. ત્યારે વાપી વાસીઓ માટે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ખૂબ અગત્યનો માનવામાં આવે છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બનાવવામાં આવી રહ્યું છે. અંદાજે 600 કરોડથી પણ વધારેની કિંમત ધરાવતું અતિ આધુનિક બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી એલ એન્ડ ટી કંપની દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વાપીના ડુંગરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ કામગીરી સતત રાત-દિવસ ધમધમી રહી છે. વલસાડ જિલ્લામાંથી બુલેટ ટ્રેન આશરે 50 કિલોમીટરનું અંતર કાપવાની છે. આ ટ્રેન માટે 500 જેટલા પિલર બનાવવામાં આવશે. જેની કામગીરી શરુ થઇ ગઇ છે. 20 % પીલરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ટ્રેન માટે જમીનથી ખૂબ ઊંચે એક અનોખો રેલવે ટ્રેક આકાર આપવામાં આવી રહ્યો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

સરકારી રોડ તેમજ રેલવેના પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો બની રહેતો હોય છે. કારણ કે આવા મોટા પ્રોજેક્ટોમાં ખેડૂતોની હજારો એકર જમીન વપરાતી હોય છે અને ખેડૂતોની નાની મોટી જમીનો કપાતમાં જતી હોય છે. ત્યારે સરકારી પ્રોજેક્ટના નિર્માણમાં સૌથી મોટી અડચણ જમીન અધિગ્રહણમાં આવતી હોય છે. જો કે બુલેટ ટ્રેન માટે વલસાડ જિલ્લાના ખેડૂતોએ પોતાની જમીન ખુશીથી આપી છે. જેની સામે સરકારે કાયદેસરનું વળતર પણ ચૂકવી દીધું છે. આ રેલવે ટ્રેકમાં આવતી તમામ જમીન ખેડૂતોએ કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી છે. એટલે કે વલસાડના ખેડૂતો ગુજરાત અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ બુલેટ ટ્રેનને આવકારી રહ્યા છે ..

બુલેટ ટ્રેનની કામગીરી વલસાડ જિલ્લામાં પૂરજોશથી ચાલી રહી છે. જે કે જિલ્લામાં આવતી નદીઓ આ બુલેટ ટ્રેન માટે પડકાર બની રહેશે તેવું મનાઇ રહ્યું હતું. ચોમાસાના પાંચ મહિનાથી પણ વધુ સમય વલસાડની નદીઓમાં પાણી રહે છે. વલસાડ જિલ્લામાં આવેલી ઔરંગા, કોલક ,પાર અને દમણ ગંગા નદી બુલેટ ટ્રેનની વચ્ચે અવરોધ ઊભો કરી શકે તેવુ જણાતુ હતુ. જોકે ભારતના આ મેગા પ્રોજેક્ટને કોઈપણ પ્રકારની નદીઓ અવરોધ આપી શકશે નહીં. વલસાડ જિલ્લાની ઔરંગા ,પાર અને દમણગંગા નદીમાં મોટા ઓવરબ્રિજ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નદીઓમાં મહાકાય પિલર બનવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આવતા ચોમાસા પહેલા વલસાડ જિલ્લાની નદીઓમાં તમામ પિલ્લરો બનાવી દેવામાં આવશે.

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસે દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા 15 લોકોને મુક્ત કરાવ્યા, વિદેશ જવાની લાલચે બન્યા હતા છેતરપિંડીનો શિકાર

આ પણ વાંચો-

ગુજરાતમાં કોરોનાના નવા 1274 કેસ, 13 લોકોના મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">