અમદાવાદમાં હવે વેઈટરની જગ્યા લીધી રોબોટે, આ કેફેમાં શરૂ કર્યુ સર્વ કરવાનું કામ

અમદાવાદના એન્જિનીયર યુવક મિત્રોએ સાથે મળીને ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયાના રોબોટનું કેફે બનાવ્યું છે. આકાશ નામના યુવકને 3 વર્ષ અગાઉ રોબોટિક કેફે શરૂ કરવાનો વિચાર કર્યો અને આ કોન્સેપટ પર તેના મિત્રો સાથે કામ શરૂ કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:01 AM

અત્યાર સુધી આપણે ટીવીમાં કે મુવીમાં રોબોટ (Robot) માણસ માટે કામ કરે તેવુ જોતા આવ્યા છીએ. પરંતુ હવે અમદાવાદ (Ahmedabad)ના એક કેફેમાં પણ આપણે રોબોટને કામ કરતા જોઇ શકીએ છીએ. અમદાવાદના એક કેફે (Cafe)માં રોબોટ ગ્રાહકને ચા- નાસ્તો પીરસતા જોવા મળી રહ્યો છે. આ કેફેમાં ઓર્ડરથી લઈને સર્વ કરવા સુધીનું કામ રોબોટ કરે છે. આ રોબોટિક કેફેમાં અલગ અલગ રોબોટ રાખવામાં આવ્યા છે જે સમગ્ર કેફેનું સંચાલન કરે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે

અમદાવાદના એન્જિનીયર યુવક મિત્રોએ સાથે મળીને ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયાના રોબોટનું કેફે બનાવ્યું છે. આકાશ નામના યુવકને 3 વર્ષ અગાઉ રોબોટિક કેફે શરૂ કરવાનો વિચાર કર્યો અને આ કોન્સેપટ પર તેના મિત્રો સાથે કામ શરૂ કર્યું. આ રોબોટ તૈયાર કરવામાં 3 વર્ષનો સમય લાગ્યો. આ રોબોટ તૈયાર કરવામાં કેટલીક મુશ્કેલી પડી તેમ છતાં રોબોટ અને તેના સેન્સર તૈયાર કર્યા હતા.

વસ્ત્રાપુર લેકની સામે રોબોટિક કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. આ કેફેમાં ભેળ, પફ, સમોસા, ચા કોફી, પાણીપુરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. અહીં રોબોર્ટના હાથ પર લાગેલા ક્યુઆર કોડથી પેયમેન્ટ પણ કરી શકાશે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જે કાર્ડમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને ગ્રાહકો નાસ્તો મેળવી શકે છે. તો આ સાથે પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે.

એક રોબોટ એવો પણ છે જેમાં તેને કોઈ વસ્તુ અંગે પ્રશ્ન પૂછતાં તે તેનો જવાબ આપશે. રોબોટ લોકોને ગાઈડ પણ કરશે. ત્યારે આગામી દિવસોમાં આ કેફેને લઈને લોકોમાં પણ અનોખું આકર્ષણ ઉભું થયું છે.

આ પણ વાંચો

ગુજરાત પોલીસનું દિલ્હી અને કોલકત્તામાં દિલધડક ઓપરેશન, 15 બંધક ગુજરાતીઓને સલામત રીતે છોડાવ્યા

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસે દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા 15 લોકોને મુક્ત કરાવ્યા, વિદેશ જવાની લાલચે બન્યા હતા છેતરપિંડીનો શિકાર

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">