Surat: ટ્રાન્સપોર્ટની ઓફિસ ખોલી વેપારીઓ પાસેથી 40 લાખના કાપડના પાર્સલ લઈ બારોબાર વેચી નાખ્યાઃ પોલીસે 2ને પકડ્યા

ઠગ ટોળકીએ 57થી વધુ વેપારીઓને ચૂનો ચોપડ્યો, પાર્સલ ડિલીવરી કરવાને બદલે બારોબાર વેચી નાખતા હતા. અન્ય વેપારીઓ પણ ભોગ બન્યા હોવાની શક્યતા

Surat: ટ્રાન્સપોર્ટની ઓફિસ ખોલી વેપારીઓ પાસેથી 40 લાખના કાપડના પાર્સલ લઈ બારોબાર વેચી નાખ્યાઃ પોલીસે 2ને પકડ્યા
Transport office opened, sold 40 lakh parcels of cloth from traders: Police arrested two
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:31 PM

સુરતમાં કેર યુનાઈટેડ એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ (Transport) ના નામે ઓફિસ ખોલીને કાપડ (cloth) વેપારીઓ પાસેથી કપડાના પાર્સલ લઈ બહાર વેચી વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકીના બે સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સામે સલાબતપુરા અને પુના પોલીસ સ્ટેશનમાં વેપારી (traders) ઓ સાથે છેતરપિંડીનો અલગ-અલગ બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 57 વેપારીઓ ગેંગનો ભોગ બન્યા છે અને 40 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. ,

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે 18મીએ ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે કેર યુનાઈટેડ એક્સપ્રેસ પ્રા. ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અનેક વેપારીઓના પાર્સલ (parcels) આપવામાં આવ્યા હતા, જેની ડિલિવરી કરવામાં આવી ન હતી. જેના કારણે પોલીસ કમિશનરે સલાબતપુરા અને પૂના પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધવા અને પીડિતોનો સંપર્ક કરવા અને આરોપીઓની ધરપકડ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ અંગે હરનાથભાઈ અજાભાઈ પટેલ (માધવપરો-હાઉસ, ગોડાદરા, સુરત)એ પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 5.05 લાખની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું. પૂના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીને જલ્દી પકડવા માટે એક ટીમ મોકલી હતી. બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપી સંદીપ ગોપાલ શર્મા (ઉંમર-35, રહે. B-1-703, પ્રમુખ અરણ્ય એપાર્ટમેન્ટ, ગોડાદરા સુરત અને મૂળ નાગૌર રાજસ્થાન) અને ચંદ્રકાંત ઉર્ફે બબલુની ધરપકડ કરી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોર્ટના આદેશ મુજબ આરોપીની ધરપકડ કરતા પહેલા RTPCR ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં બંને આરોપીઓના RTPCR રિપોર્ટ ન મળવાના કારણે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. જોકે, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સલાબતપુરા પોલીસે અન્ય 43 વેપારીઓ સહિત આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

આરોપીઓના બંને ગુનાની તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના 47 અને પુના પોલીસ સ્ટેશન વિસ્તારના 10 વેપારીઓ સહિત કુલ 57 વેપારીઓ સાથે કુલ 35 થી 40 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. કેર યુનાઈટેડ એક્સપ્રેસ પ્રા. લિમિટેડ ટ્રાન્સપોર્ટ અને અલ્પી પાર્સલ એજન્સી અને એપલ લોજિસ્ટિક્સે આરોપીઓ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓને તાત્કાલિક પુણા અને સલાબતપુરા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ પૂર્વ ધારાસભ્ય માટે જીવવું મુશ્કેલ થઈ પડ્યું, જાણો તેમની સાથે એવું તો શું થયું કે તે મોતને વહાલું કરવા માગે છે

આ પણ વાંચોઃ Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?

g clip-path="url(#clip0_868_265)">