Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?
પોલીસ કમિશનર અચાનક જ પોતાની ઓફિસમાંથી ઉભા થઇને મુલાકાતી એરિયામાં પહોંચી જતા અધિકારીઓ દોડતા થયા હતા, કમિશનરે ત્યાં રજુઆત કરવા આવેલા લોકોને વ્યક્તિ ગત મળીને રજુઆત સાંભળી હતી
સુરત પોલીસ કમિશનર (police commissioner) એ આજે સીપી ઓફિસના અલગ અલગ વિભાગોની વિઝીટ કરી હતી જ્યાં ખાસ ગ્રાઈન્ડ ફોલોર પર આવેલ મુલાકાતી (visitors0 એરિયામાં વિઝીટ કરી હતી જે લોકો પોતાની રજુઆત કરવા માટે આવતા લોકોની સમસ્યાઓ સાંભળી હતી. અચાનક કમિશનર આ રીતે લોકોને મળતાં પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ કમિશનરને પોતાના વિસ્તારના જે પોલીસ સ્ટેશન વિશે ફરિયાદો કરી હતી તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
સુરત શહેરમાં લોકોની સમસ્યાને નિવારવા માટે પોલીસ (police) દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન કે અથવા બીજી કોઈ નાની મોટી રજૂઆતો અધિકારીઓને કરવા માટે લોકો આવતા હોય છે જેથી સુરત પોલિસ કમિશનર અજય તોમર દ્વારા આ બાબતે ગંભીરતાથી દાખવીને પોલીસ કમિશનર અચાનક જ પોતાની ઓફિસ માંથી ઉભા થઇને મુલાકાતી એરિયાની મુલાકાત કરતા અધિકારીઓ દોડતા થયા હતા અને ત્યાં રજુઆત કરવા આવેલા લોકોને વ્યક્તિ ગત મળીને રજુઆત સાંભળી હતી અને જેતે વિભગના અધિકારીઓને સૂચન પણ કરવામાં આવ્યું હતું.
આ બાબતે પોલીસ કમિશનરને પૂછતા જણાવ્યું હતું કે આજથી રુટિંગ અને ગમે ત્યારે આ મુલાકાતિઓની મુલાકાત કરશે જેથી લોકોને લાંબા સમય સુધી બેસવું ન પડે અને ધક્કા ના ખાવા પડે સાથે પોલીસ કમિશનર પોતાની કેબીનમાં આ મુલાકાતી ખંડના સીસીટીવી પણ દરોજ નિહાળશે છે. જો લોકો બેઠેલા દેખાશે તો કમિશનર તાત્કાલિક મુલાકતી ખંડની મુલાકાત કરી રજુઆત સાંભળશે.
સુરત પોલીસ કમિશનર કચેરીની દરોજ રજુઆત કરવા માટે સતત આવતા હોય છે, પણ ક્યારે રજુઆત કરવા લોકોને અધિકારી નથી, મિટિંગમાં છે અથવા થોડા સમય પછી આવો, આવા જવાબો મળતા હોય જેથી લોકોને છૂટકારો મળે તે માટે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કર્યો છે. જેથી હવે લોકો પોતાની રજુઆત અધિકારીઓને કરી શકાશે. સાથે અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ગંભીરતા લેશે તે માટે સૂચના આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે હું કમિશનર માત્ર ઓફિસમાં બેસી ફાઈલો તપાસવાની નથી હોતી. લોકોની સમસ્યાને પણ સાંભળી નિવારણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવે અને આજે જ નહીં પણ દરરોજ આ રીતે પોલીસ કમિશનર જાતે મુલાકાતીઓ પાસે સામેથી જઈ ને તેમની રાજુઆત સાંભળશે. કચેરી ખાતે આવેલ વિઝીટર રૂમમાથી સીસીટીવી કમિશનરની ઓફિસ અને JCBની ઓફિસમાં પણ રાખવામાં આવશે જે અધિકરી ફ્રી હશે તે મુલાકાતી રૂમની વિઝટ કરશે.
આ પણ વાંચોઃ Kutch : એનસીબીની મુન્દ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
આ પણ વાંચોઃ ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક