AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં અનુભવાઇ રહ્યો છે ઠંડીનો ચમકારો, આ તારીખથી પડશે ગાત્રો થીજવતી ઠંડી

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે, છતા હજુ પણ કેટલાક વિસ્તારોમાં મિશ્ર ઋતુ જોવા મળે છે.  જો કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા પાયે પલટો આવવાની શક્યતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓક્ટોબરથી શરૂ થતાં આ પરિવર્તન ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે.

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં અનુભવાઇ રહ્યો છે ઠંડીનો ચમકારો, આ તારીખથી પડશે ગાત્રો થીજવતી ઠંડી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2025 | 9:26 AM
Share

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે, છતા હજુ પણ કેટલાક વિસ્તારોમાં મિશ્ર ઋતુ જોવા મળે છે.  જો કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા પાયે પલટો આવવાની શક્યતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓક્ટોબરથી શરૂ થતાં આ પરિવર્તન ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં પવન, વરસાદ, ઠંડી અને ચક્રવાત જેવી ઘટનાઓ જોવા મળશે.

13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ

ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. હવામાનમાં પલટો શરૂ થતો જોઈ શકાય છે.

 17-18 ઓક્ટોબર: દરિયાકાંઠે ભારે પવન

ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 17 અને 18 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

 24 ઓક્ટોબરથી ઠંડીનો ચમકારો

હવામાનમાં વધુ એક ફેરફાર 24 ઓક્ટોબરથી જોવા મળશે. રાજયમાં ઠંડીનો પ્રારંભ થઈ શકે છે અને હવામાં ઠંડકનો ચમકારો અનુભવાશે.

દક્ષિણ અને પશ્ચિમ ભારત માટે માવઠાની આગાહી

30 ઓક્ટોબર સુધી દક્ષિણ ભારત, મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા છે.

 નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીમાં વધારો

ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા રહે છે, જેના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો વધી શકે છે. તાજેતરમાં જ ઉત્તરભારતમાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થયે લી છે.

8 થી 13 નવેમ્બર: દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

હવામાન વિભાગ અનુસાર 8થી 13 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

ચક્રવાતી હલચલ અને સમુદ્રમાં ઉથલપાથલ

  • ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી હલચલ જોવા મળી શકે છે.

  • 18 થી 21 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે.

  • ખાસ કરીને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે.

  • ડિસેમ્બર સુધી આ પ્રકારની ચક્રવાતી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે.

નવેમ્બર અંતે ઉત્તર ભારતમાં હિમવર્ષા

23 થી 26 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી છે, જેના સીધા અસર રૂપે ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.

22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી

ડિસેમ્બર અંતે ખાસ કરીને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવી નાખે એવી કડકડતી ઠંડીનો આરંભ થવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">