ગુજરાતમાં સીએનજીના ભાવમાં એકસાથે 6.45 રૂપિયાનો વધારો, મધરાતથી જ અમલી બનશે
ગુજરાત ગેસે સીએનજીના એક સાથે 6.45 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે તેમજ આ ભાવવધારો આજ મધરાતથી જ અમલી બનશે. આ ઉપરાંત 1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો.
ગુજરાતમાં(Gujarat) પેટ્રોલ -ડીઝલના સતત વધતાં ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં સતત(CNG) વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે સીએનજીના એક સાથે 6.45 નો ભાવ વધારો (Price Hike) ઝીંકવામાં આવ્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે તેમજ આ ભાવવધારો આજ મધરાતથી જ અમલી બનશે. આ ઉપરાંત 1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો.CNG ભાવ વધતા સૌથી વધુ રિક્ષા ચાલકો માટે હાલાકી સર્જાઈ છે. જયારે CNGનો સૌથી વધુ ઉપયોગ રિક્ષામાં થાય છે. તેમજ સીએનજીમાં ભાવ વધારો થતાં રિક્ષાભાડામાં પણ વધારો કરવામાં આવશે
અદાણી ગેસ દ્વારા 1 એપ્રિલના રોજ સીએનજીના ભાવમાં 5 રૂપિયા વધારવા આવતા અમદાવાદ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનએ રિક્ષા ભાડામાં સ્વયંભૂ વધારો કર્યો હતો. જેમાં મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કર્યું છે. જ્યારે રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કર્યું છે. તેમજ સરકાર અને મંત્રીને ભાડા વધારા અંગે રજૂઆત કરવા છતાં ભાડું નહીં વધારતા સ્વયંભૂ ભાડું વધાર્યું છે. તેમજ સરકાર કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી વધારે ભાડું લેવાનો રિક્ષા ચાલકોનો નિર્ણય ભાડા વધારા સામે મુસાફરો સાથે ઘર્ષણ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Surat: સુરતના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, વિકાસશીલ ભારત વિષય ઉપર 250થી વધુ વકતાઓ સ્પીચ આપશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો