Surendranagar : ધ્રાંગધ્રામાં ત્રણ અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરી ફરાર, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી ઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જો ઘટનાની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં ત્રણ અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી ઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જો ઘટનાની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં ત્રણ અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય
એજાજ મહેબુબભાઇ નામના યુવક ધ્રાંગધ્રાના મેઈન બજાર ચંદ્રવિલાસ નજીક બેઠો હતો. ત્યારે અચાનક ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી ઘા મારી ફરાર થઈ ગયા હતા.
#Surendranagar : ધ્રાંગધ્રામાં ત્રણ અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરી ફરાર, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો#Gujarat #TV9News pic.twitter.com/qVIDjkJ4Ps
— Tv9 Gujarati (@tv9gujarati) April 30, 2023
ઈજાગ્રસ્ત યુવકને 24 ટાંકા લેવા પડ્યા
ગંભીર ઈજા પહોંચતા યુવકને તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પિડીતની હાલત વધુ ગંભીર થતા તેને તાત્કાલિક સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને 24 ટાંકા લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર યુવક પર હુમલો જુની અદાવતમાં થયો હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં બનેલી અન્ય જૂથ અથડામણ
આ અગાઉ ભરૂચના નવીનગરી ત્રણ કુવા પાસે જૂની અદાવતે બે જૂથ બાખડતાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાયદાની દરકાર કર્યા વિના સામસામે આવી ગયેલા લોકોએ ધારિયા, કુહાડી અને લાકડાના ડંડાથી એકબીજા ઉપર ઘા કર્યા હતા. મારામારીમાં મહિલાઓ પણ કુહાડી અને લાકડાના સપાટ લઈ મારામારી કરતી નજરે પડી હતી. બનાવ સંદર્ભે ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી હતી. સૂત્રો અનુસાર કોઈ જૂની અદાવતમાં આ બે જૂથ સામસામે આવી ગયા હતા જે બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
થોડા દિવસ અગાઉ અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામે નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ સામસામે આવી ગયા હતા. બે જૂથ વચ્ચે બબાલ થતા વાહનોમાં તોડફોડ કરાઇ હતી. હિંસક બબાલમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે બંન્ને જૂથના ચાર-ચાર લોકોને ઝડપી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…