B.SCમાં પ્રવેશ માટે ઓનલાઇન પાંચમો રાઉન્ડ શરું, 31 ડિસેમ્બરે થશે બેઠકોની ફાળવણી

કોરોનાના કારણે અનેક પ્રવેશ પ્રકિયાઓમાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે  મેડિકલ-પેરામેડિકલ  તેમજ ફાર્મસીના પ્રવેશને લઇને બીએસીની બેઠકો ભરી શકાઇ નથી. બેએસસીની ગુજરાતમાં 14હજારથી પણ વધુ બેઠકો છે ત્યારે 14 હજારથી પણ વધુ બેઠકો પર પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યા છે. ચાર રાઉન્ડના પૂર્ણ થવા છતાં હજી પણ બીએસસીની 9 હજારથી વધારે બેઠકો ખાલી […]

B.SCમાં પ્રવેશ માટે ઓનલાઇન પાંચમો રાઉન્ડ શરું, 31 ડિસેમ્બરે થશે બેઠકોની ફાળવણી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Dec 29, 2020 | 4:33 PM

કોરોનાના કારણે અનેક પ્રવેશ પ્રકિયાઓમાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે  મેડિકલ-પેરામેડિકલ  તેમજ ફાર્મસીના પ્રવેશને લઇને બીએસીની બેઠકો ભરી શકાઇ નથી. બેએસસીની ગુજરાતમાં 14હજારથી પણ વધુ બેઠકો છે ત્યારે 14 હજારથી પણ વધુ બેઠકો પર પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યા છે. ચાર રાઉન્ડના પૂર્ણ થવા છતાં હજી પણ બીએસસીની 9 હજારથી વધારે બેઠકો ખાલી છે. ચાર રાઉન્ડના અંતે માત્ર 5 હજાર બેઠકો ભરાઇ છે. ખાનગી કોલેજોમાં  બીએસસીની વધારે બેઠકો ખાલી રહેતા અનેક કોલેજોને વર્ગો બંધ કરવા પડે તેવો સમય આવ્યો છે.

બેઠકો ખાલી રહેતા શિક્ષકો દ્વારા કટ એફ પધ્ધતિ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોનું કહેવું છે કે બેઠકો ખાલી છે ત્યારે કટ ઓફ પધ્ધતિની આવશ્યક નથી. બીજી તરફ ખાનગી કોલેજોએ બેઠકો ભરવાના ઉદેશ્યથી નવું રજિસ્ટ્રેશન કરાવી નવેસરથી પ્રકિયા શરુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી નવા વિધાર્થીઓને તક મળે.પરંતુ આ પ્રકિયા ફરીથી કરવામાં આવે તો સમય લાગી શકે તેમ છે અને આ પ્રકિયા પૂર્ણ થઇ શકે તેમ નથી . જો કે આ તમામ રજૂઆતના પગલે હવે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન રીશફલિંગ રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. પહેલા ઇન્ટર સે મેરિટથી એડમિશન પ્રકિયા થઇ રહી હતી જે પ્રકિયા હવે રદ કરી ઓનલાઇન પધ્ધતિથી હવે રિશફલિંગ રાઉન્ડ થશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોલેજમાં જઇ જે કોઇ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હશે તે હવે માન્ય રહેશે નહિ. પરંતુ વિધાર્થીઓ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઇ શકે તે માટે તેમનો સંપર્ક કરાશે. હવે બીએસસીમાં પ્રવેશ માટે પાંચમો ઓનલાઇન રાઉન્ડ શરુ કરાશે. પાંચમાં રાઉન્ડમાં ભાગ લેવા વિધાર્થીઓએ 29થી30 સુધીમાં સહમતિ આપી દેવાની રહેશે.  આ તમામ પ્રકિયા પૂર્ણ થતા 31મી ડિસેમ્બરે બેઠકની ફાળવણી કરવામાં આવશે અને ત્યારબાદ 2જી જાન્યુઆરીથી ફી ભરવાની રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">