મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક, ગ્રેડ પે મામલે થશે ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 10.30 કલાકે કેબિનેટ બેઠક યોજાવાની છે. માહિતી પ્રમાણે આ બેઠકમાં ગ્રેડ પે મામલે ચર્ચા થવાની સંભાવના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક, ગ્રેડ પે મામલે થશે ચર્ચા
The cabinet meeting will be chaired by Chief Minister Bhupendra Patel and the issue of grade pay will be discussed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 10:50 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને 10.30 કલાકે કેબિનેટ બેઠક યોજાવાની છે. માહિતી પ્રમાણે આ બેઠકમાં ગ્રેડ પે મામલે ચર્ચા થવાની સંભાવના છે. માહિતી પ્રમાણે થોડીક ક્ષણો એટલે કે 10.30 કલાકે મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ગ્રેડ પે મામલે ચર્ચા થશે. જણાવી દઈએ કે ગ્રેડ પે મામલે ચાલી રહેલા ઓનલાઇન આંદોલન, પોલીસ કર્મચારીઓની માંગ અને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા પગલાં પર ચર્ચા થશે.

આ સિવાય તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેસ, હાલ ચાલી રહેલા વેક્સિનેશન તથા 18 વર્ષથી નીચેના બાળકોના વેક્સિનેશનની તૈયારીઓ સંદર્ભે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થવા જઈ રહી છે.

ત્યારે ખેડૂતો માટે પણ બેઠક બાદ સારા સમાચાર આવી શકે છે. જી હા આગામી દિવસોમાં મગફળી ખરીદી, ખેડૂતોને રાહત સહાય સહિતના મુદ્દા પર પણ બેઠકમાં વાત થશે. આ મુદ્દે ચર્ચા સહીત તેલીબિયાં પાકોના ભાવો નિયંત્રણમાં લેવા અંગે પણ કોઈ નિર્ણય આવી શકે છે. રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળી અને વીજળી સંકટ સંદર્ભે પણ મુખ્યમંત્રી સમિક્ષા કરશે. ત્યારે રાજ્ય સરકારની હાલ ચાલી રહેલી યોજનાઓ અને નવી યોજનાઓના અમલીકરણ તથા નીતિવિષયક બાબતો પર ચર્ચા બેઠકમાં મહત્વની રહી શકે એમ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તમને જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પેને (Police Grade Pay) લઈને ઉભા થયેલા આંદોલનના પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રેડ-પે અંગે ચર્ચા થઇ હતી. તેમજ પોલીસ પરિવારોએ પોતાની માંગ રજૂ કરી હતી. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ તેમની રજૂઆતોને સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો: OMG ! ભવિષ્ય જણાવવા વાળો ડોગ, રોજ લોકોનું રાશિ ભવિષ્ય જણાવી-જણાવીને સોશિયલ મીડિયા સ્ટાર બન્યો આ ડોગ

આ પણ વાંચો: Pegasus Case News : ચર્ચિત પેગાસસ જાસુસી કેસની તપાસ થશે કે નહી ? સુપ્રીમકોર્ટ આજે આપશે ચુકાદો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">