ભાજપે છ મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 483 બેઠક જીતી, કોંગ્રેસને 120 બેઠકોનું નુકસાન

Gujarat માં જાહેર થયેલા છ મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપને વર્ષ 2015 કરતાં આ વર્ષે 95 બેઠકનો ફાયદો થયો છે.

  • tv9 webdesk33
  • Published On - 22:11 PM, 23 Feb 2021
The BJP won a record-breaking 483 seats in six municipal corporations, while the Congress lost 120 seats

Gujarat માં જાહેર થયેલા છ મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપને વર્ષ 2015 કરતાં આ વર્ષે 95 બેઠકનો ફાયદો થયો છે. જયારે આ વખતે કોંગ્રેસનો સુરત અને રાજકોટમાં સફાયા બાદ 120 બેઠકનું નુકશાન થયું છે.Gujarat મા છ મહાનગરની 576 બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપને રેકોર્ડબ્રેક 483 બેઠક પર વિજય મળ્યો છે જયારે કોંગ્રેસને માત્ર 46 બેઠક મળી છે. તેમજ જો આપણે વર્ષ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસે પાટીદાર આંદોલનના પ્રભાવના લીધે 175 બેઠક પર કબજો કર્યો હતો.

અમદાવાદ 2015 પરિણામ 

જો આપણે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના વધતા પ્રભાવ વચ્ચે ભાજપે 192 માંથી 148  બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 48 બેઠકો જ મેળવી શક્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ વર્ષ 2005 થી સતત જીતતો આવ્યો છે. જ્યારે કોંગ્રેસ 2005 બાદ  48 થી વધારે બેઠક મેળવી શક્યું નથી.

સુરત  2015 પરિણામ 

જેમાં વર્ષ 2015માં ભાજપને પાટીદાર અનામત આંદોલનના પગલે માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો  હતો. જયારે કોંગ્રેસનો 37 બેઠક પર વિજય થયો હતો.

વડોદરા  2015 પરિણામ 

જેમાં વર્ષ 2015ની ચુંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપ પાસે 58 બેઠક હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 13 બેઠક જ હતી. જ્યારે અન્ય પાટી આરએસપી પાસે 4 બેઠકો હતી.

રાજકોટ   2015 પરિણામ 

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે  રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.

ભાવનગર 2015 પરિણામ 

ભાવનગરમાં વર્ષ 2015ની ચુંટણી પરિણામોની વાત કરીએ તો ચૂંટણીઓમાં ભાજપે 34 બેઠકો પર અને કોંગ્રેસ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

જામનગર 2015 પરિણામ 

જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 48 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને કુલ 16 બેઠકો મળી હતી.

આ ઉપરાંત ગુજરાતમાં કોરોના કાળ અને નવા પ્રમુખ સી.આર. પાટિલના નેતૃત્વમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે ઓછા મતદાન વચ્ચે પણ છ મહાનગરપાલિકામાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. ભાજપ માટે આ વખતની ચુંટણીમાં જોવા જઇએ કોરોનાના માહોલ વચ્ચે મતદાન અને ત્યાર બાદ 60 વર્ષથી વધુ ઉંમર અને ત્રણ વખત કાઉન્સલીરોને ટિકિટ નહી આપવાનો કરેલો નિર્ણય પણ પડકાર રૂપ હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને  ઓવૈસીની પાર્ટી AIMIM,બીએસપી, એનસીપી અને અપક્ષ ઉમેદવારોએ અનેક મહાનગરપાલિકામાં ઉમેદવારી કરી હતી. જો કે આ વખતે ભાજપે અનેક મુદ્દાઓ સાથે વિકાસના મુદ્દાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાજપે તમામ મહાનગરપાલિકામાં અલગ અલગ ચુંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જેના લીધે સ્થાનિક પ્રશ્નો અને વિકાસ કાર્યોને તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપને મળેલી જીત સામાન્ય રીતે અપેક્ષિત હતી. તેમજ ભાજપને મહાનગરપાલિકામાં થયેલા ઓછા મતદાનથી કોઇ મોટો પ્રભાવ જોવા ના મળ્યો.  ભાજપને મોટાભાગે શહેરી વિસ્તારના કમિટેડ વોટબેંક પર ભરોસો હતો. તેમજ તે ભરોસો કાયમ પણ રહ્યો હતો. જેમાં મહાનગર પાલિકાના વોટિંગમાં મહિલા, યુવા અને પુરુષ મતદારોએ  મત ભાજપને આપ્યો છે. આ ઉપરાંત શહેરના નિયો મિડલ ક્લાસે પણ ભાજપ સરકાર પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો