AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઘરડા લોકો વૃદ્ધાશ્રમ નહીં.. ક્લબમાં જશે, તાપી જિલ્લાના વ્યારામાં વડીલો માટે ખુશીઓ અને મિત્રતાનું એક અનોખું મંચ

તાપી જિલ્લાના વ્યારામાં સ્થિત સિનિયર સિટીઝન ક્લબ વડીલો માટે એક અનોખું આશ્રયસ્થાન છે. એટલે જ કહેવાય છે કે ઘરડા લોકો હવે વૃદ્ધાશ્રમ નહીં..ક્લબમાં જશે.

હવે ઘરડા લોકો વૃદ્ધાશ્રમ નહીં.. ક્લબમાં જશે, તાપી જિલ્લાના વ્યારામાં વડીલો માટે ખુશીઓ અને મિત્રતાનું એક અનોખું મંચ
| Updated on: Apr 01, 2026 | 8:26 PM
Share

જિંદગીના અંતિમ પડાવમાં પહોંચેલા આપણા વડીલોને પરિવાર સાથે સાથે તેમના હમઉમ્ર મિત્રોની સંગતમાં હસતાં-રમતાં, સુખ-દુઃખની વાતો કરતાં જીવનની બાકી રહેલી પળો પસાર કરવાનો અવસર મળે, તે ખરેખર અનોખો અને આનંદદાયક અનુભવ છે.

આ જ સુંદર વિચાર સાથે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના લગભગ બે દાયકાં પહેલાં આ વિસ્તારના મોખરાના વ્યક્તિત્વ સ્વ. મહેન્દ્રભાઈ શાહ અને તેમના સાથી મિત્રોએ કરી હતી. આજે પણ ક્લબના સભ્યો તેમની આ પહેલ માટે હંમેશાં આભાર વ્યક્ત કરે છે.

“વ્યારા સબસે ન્યારા ઔર સબકો પ્યારા” કહેવતને સાચું પાડતું વ્યારા નગર સ્વચ્છતા, વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે જાણીતું છે. વર્ષ 2004માં સ્વ. મહેન્દ્રભાઈ શાહના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ વ્યારાના વડીલો માટે એક એવું સ્થળ બનાવવામાં આવ્યું, જ્યાં તેઓ દરરોજ એકત્ર થઈ શકે, પોતાના સમવયસ્ક મિત્રો સાથે સમય વિતાવી શકે અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે. ખાસ વાત એ છે કે આ ક્લબ કોઈ બંધ ઇમારત નહીં, પરંતુ કુદરતના આંચલમાં વસેલું છે, જેને વ્યારા નગરપાલિકાના સહકારથી વિકસાવવામાં આવ્યું છે.

વ્યારા સ્થિત આ સિનિયર સિટીઝન ક્લબ ગુજરાતમાં અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે અહીં 1600થી વધુ સભ્યો જોડાયેલા છે. ક્લબમાં સભ્યો માટે ઇન્ડોર રમતોની વ્યવસ્થા ઉપરાંત તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સાથે સાથે ક્લબ દ્વારા નાના-મોટા ધાર્મિક પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવે છે. સભ્યો માટે નજીવા ખર્ચે ચા, કોફી અને નાસ્તાની વ્યવસ્થા દાતાઓ અને નગરપાલિકાના સહયોગથી રોજબરોજ કરવામાં આવે છે.

કુદરતી વાતાવરણમાં વસેલા આ ક્લબમાં આવતા વડીલો અહીં આવીને રોજિંદા જીવનનો થાક ભૂલી જાય છે અને એક નવી ઉર્જા અનુભવે છે. તેઓ અન્ય લોકોને પણ સંદેશ આપે છે કે જીવનના અંતિમ પડાવમાં પરિવાર સાથે સાથે મિત્રોની સંગતમાં આનંદથી અને ઉત્સાહપૂર્વક જીવન જીવવું જોઈએ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">