Tapi :સોનગઢ નજીકના ચીમેર ધોધનો આહલાદક નજારો, સ્થાનિકોની ધોધ સુધી પાકા રસ્તાની માગ

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. સોનગઢના ચિમેર ગામે આવેલ ચીમેર ધોધ આશરે 200 ફૂટની વધુની ઉંચાઈ પરથી પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 8:16 PM

તાપી(Tapi)નાં સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ચિમેર ધોધ(Chimer waterfall)છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. સોનગઢના ચિમેર ગામે આવેલ ચીમેર ધોધ આશરે 200 ફૂટની વધુની ઉંચાઈ  પરથી  પડે છે.

સૌંદર્યથી ભરપૂર જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ગૌમુખનો ધોધ, ડાંગના મહલનો ગીરમાળી અને ગીરા ધોધ જેટલો જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ત્યારે જંગલ વિસ્તારમાં ખળ ખળ વહેતા કુદરતના આ સૌંદર્ય વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પણ એટલો જ જરૂરી છે. જોકે ચિમેર ગામથી ધોધ સુધી પહોંચવા માટે પાકા રસ્તાનાં અભાવે પ્રવાસીઓ કાદવ કીચડ રસ્તા પર ચિમેર ધોધ પર જવું પડે છે.

તંત્ર દ્વારા ધોધ સુધી પહોંચવા પાકો રસ્તો બનાવે તો પ્રવાસીઓને આવવા જવામાં સરળતા રહે તો બીજી તરફ રસ્તાની તાતી જરૂરિયાત હોવા છતાં તંત્રએ રસ્તો બનાવવાની તસ્દી ન લેતાં ધોધ જોવા આવનાર તેમજ અહીં ગામમાં જ રહેતાં સ્થાનિકોને પણ અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.

હવામાન વિભાગની આગાહીને પગલે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના વડુંમથક વ્યારા તેમજ વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

સારા વરસાદને કારણે તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. સારા વરસાદને કારણે ચેકડેમો વરસાદના પાણીથી છલકાયા છે. પાણીની આવક થતા ખેડૂતોને મોટી રાહત થઇ છે.

આ પણ વાંચો : WhatsAppના જુના ફોન્ટથી કંટાળી ગયા છો? આ રીતે બનાવો ચેટિંગને વધુ ઈન્ટરેસ્ટીંગ

આ પણ વાંચો :  Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">